ખેડૂતોને પાણી મળે એટલું સોનું પેદા કરે. આ વાક્યા સણોસરામાં સાર્થક થયું છે. ગામમાં પાણીનાં તળ ઉંડા ઉતારી ગયા હતાં. તળાવનાં નિર્માણ બાદ પાણીનાં તળ ઉપર આવ્યાં છે. ગામ હરિયાળું બન્યૂં છે.
ખેડૂતોને પાણી મળે એટલું સોનું પેદા કરે. આ વાક્યા સણોસરામાં સાર્થક થયું છે. ગામમાં પાણીનાં તળ ઉંડા ઉતારી ગયા હતાં. તળાવનાં નિર્માણ બાદ પાણીનાં તળ ઉપર આવ્યાં છે. ગામ હરિયાળું બન્યૂં છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાનાં સણોસરા ગામમા લોક ભાગીદારીથી તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના કારણે પાણીનાં તળ ઉપર આવ્યાં છે. ગામમાં પહેલા પાણીનાં તળ 90 ફૂટ સુધી હતાં તળાવ બાદ 30 ફૂટે પાણી મળી રહે છે.
રાજ્યમાં જળ સિંચાઈના હેતુથી વર્ષ 2018 થી સુજલામ સુફલામ અભિયાન શરૂ છે. આ અભિયાન અંતર્ગત સરકારની સહાય અને લોકો ભાગીદારીથી જળસંચયના કાર્યો થઈ રહ્યા છે. સણોસરા ગામમાં 2019 થી શરૂ કરવામાં આવેલ સિંચન અભિયાનમાં સરકારની સહાય અને લોક ભાગીદારીથી થયેલા આ કાર્યમાં સફળતા મળી છે.
સણોસરા ગામમાં પહેલા પાણીનાં તળ 90 ફૂટ ઉંડા હતાં. જળ સિંચાઇનાં કાર્યા બાદ પાણીનાં તળ ઉપર આવ્યાં છે. હાલ આ વિસ્તારમાં 30 ફૂટે પાણી મળી રહે છે. ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકિયાએ સહાયર કરી, લોકોએ 50 લાખ એકત્ર કર્યા આ યોજનાઓમાં સરકાર તરફથી સણોસરા ગામને આશરે 16 લાખની સહાય મળી છે. સણોસરાના ગ્રામજનોએ 50 લાખનો ફાળો એકઠો કર્યો હતો. પાણી માટે સતત કાર્યશીલ એવા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા દ્વારા સણોસરા ગામે મશીનરી સહિતની સહાય આપવામાં આવી હતી. તળાવ અને ચેકડેમનું નિર્માણ કરાયૂં સણોસરા ગામની ભાગોળે 34 એકરમાં તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ તળાવમાંથી નહેર નિકાળી ખેડૂતોને પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત માટીનાં પાળા અને ચેકડેમ પણ બનાવવામાં આવ્યાં છે. ગામમાં તળાવ બનતા ગામ હરિયાળું બન્યૂં છે. ખેડૂતોને સીધો ફાયદો થયો છે.