ગ્રામીણ વિસ્તારની અંદર સિંહ આવી ચડતા પશુપાલકો માં ફફડાટ
સિંહ જંગલનો રાજા છે. તેની તાકાત ભલભલા પ્રાણીને જમીન દોસ્ત કરી દે છે. સિંહની ગર્જનામાં પણ તાકાત રહેલી છે. સિંહની ગર્જના દૂરદૂર સુધી સંભળાય છે અને પ્રાણી માત્રમાં ભય જન્માવે છે. અમરેલી જિલ્લામાં સિંહની ગર્જનાનો વીડિયો વાયરલ થયો છે.
Abhishek Gondaliya, Amreli: કહેવાય છે કે સિંહની ગર્જના બાર ગાવ સુધી સંભળાય છે. સિંહની ગર્જનાથી ભલભલાનાં પગ નીચેથી જમીન સરકી જાય છે. અમરેલી જિલ્લાનાં ડિટલા વિસ્તારમાં આવી ચઢેલા સિંહનો વીડિયો વાયરલ થયો છે. આ સિંહ ગર્જના કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વન્ય પ્રાણીઓ વારંવાર આવી ચઢતા હોવાની ઘટનાઓ સામ આવતી રહે છે. ખાસ કરીને સિંહ અને દીપડા જેવા પ્રાણી પશુનો શિકાર કરે છે. સિંહ જંગલની બહાર આવતા તેની પજવણીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લામાં વધુ એક સિંહનો વીડિયો વાયરલ થયો છે.
આ વીડિયો ડિટલા વિસ્તારનો હોવાની કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં સિંહ ગર્જના કરે છે. સામાન્ય રીત સિંહનાં શિકાર અને આટાફેરાનાં વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે. પરંતુ સિંહની ગર્જનાનો વીડિયો વાયરલ થયો છે. જેનો લોકો નીહાળી રહ્યાં છે.
સિંહની ગર્જનાથી રૂવાડા ઉભા થઇ જાય
સિંહની ગર્જના ભયંકર હોય છે. કહેવાય છે કે સિંહની ગર્જના બાર ગાવ સુધી સંભળાય છે. દૂર સિંહ ગર્જના કરતો હોય તો જાણે નજીક છે તેવું લાગે છે. સિંહની ગર્જના નજીકથી સાંભળતા જમીન ધ્રુજતી હોય તેવું લાગે છે. સિંહની ગર્જનાથી ભલભલાનાં પગ ધ્રુજવા લાગે છે. સિંહની ગર્જના સાંભળવાની મજા પણ આવે છે. પરંતુ નજીકથી સાંભળતા એક ડરની પણ અનુભુતી થાય છે.