Home /News /amreli /Amreli News:  યાર્ડમાં ઘઉંનાં રેકોર્ડ બ્રેક ભાવ, મણનાં 781 ભાવ બોલાયા

Amreli News:  યાર્ડમાં ઘઉંનાં રેકોર્ડ બ્રેક ભાવ, મણનાં 781 ભાવ બોલાયા

X
સાવરકુંડલા

સાવરકુંડલા યાર્ડમાં ઘઉંની સારી આવક થઇ રહી છે. ત્યારે એક મણનાં ઘઉંનાં 781 રૂપિયા બોલાયા હતાં. ઘઉંનાં ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે.

સાવરકુંડલા યાર્ડમાં ઘઉંની સારી આવક થઇ રહી છે. ત્યારે એક મણનાં ઘઉંનાં 781 રૂપિયા બોલાયા હતાં. ઘઉંનાં ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે.

Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થયું છે. સાવરકુંડલા યાર્ડમાં 11350 મણ ચણાની આવક થઈ છે અને એક મણનો આજે 1295 રૂપિયા ભાવ ઉપજ્યા હતા. યાર્ડમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે. સાવરકુંડલા યાર્ડમાં ચણાની આવક થઈ છે અને આવકના પ્રારંભે સારા ભાવ મળી રહ્યાં છે. આજે ચણાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 1295 રૂપિયા સુધી ચણાનો ભાવ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. યાર્ડમાં ઘઉંનાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે. મણનાં 781રૂપિયા ભાવ રહ્યાં હતાં.
સાવરકુંડલા યાર્ડમાં 11350 મણ ચણાની આવક થઇ
અમરેલી જિલ્લામાં શિયાળું પાક તરીકે ખેડૂતોએ ચણા મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. હાલ ચણાનો ભાવ સારો મળી રહ્યો છે. ટેકાના ભાવે પણ ખરીદી શરૂ થવાની છે. આજે માર્કેટિંગ યાર્ડમાં ભાવમાં વધારો થતા મોટી માત્રામાં આવક થઈ હતી.

આ પણ વાંચો: રઘુ રમકડું એટલે કલાનો સાગર, શાળામાં માતા, સખા બની જાય, જુઓ VIDEO

3200 મણ ઘઉંની આવક થઇ
સાવરકુંડલા યાર્ડમાં ઘઉંનાં મણનાં 781 રૂપિયા ભાવ રહ્યો હતો.  માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો સુધરતો ભાવ જોવા મળ્યો છે. યાર્ડમાં ઘઉંની 3200 મણની આવક થઈ હતી. 650 મણ મગફળીની આવક થઈ હતી. આજે મગફળી મોટીનો ભાવ 1470 રૂપિયા રહ્યો હતો. સાવરકુંડલા યાર્ડમાં નવા ધાણાની આવક 600 મણ થઈ હતી. જેમાં 1200 થી 2201 સુધી પ્રતિ મણનો ભાવ યાર્ડમાં ઉપજ્યો હતો.
First published:

Tags: Amreli News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો