Home /News /amreli /Amreli: ભર શિયાળે વરસાદ સાથે કરા પડ્યાં, ખેડૂતોમાં ચિંતા વ્યાપી, જૂઓ video

Amreli: ભર શિયાળે વરસાદ સાથે કરા પડ્યાં, ખેડૂતોમાં ચિંતા વ્યાપી, જૂઓ video

X
અમરેલી

અમરેલી જિલ્લાના બગસરા ના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો

અમરેલી જિલ્લાનાં બગસર તાલુકાનાં કેટલાક ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે. તેમજ વરસાદ સાથે કરા પડ્યાં છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા પંથકના હામાપુર, સમઢીયાળામાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. કમોસમી વરસાદ થવાના કારણે ધરતી પુત્રો ચિંતાતુર બન્યા છે.

કપાસને બચાવવા ખેડૂતોએ દોડધામ કરી

હામાપુર, સમઢીયાળા ગામમાં ધોધમાર વરસાદ સાથે બરફના કરા પડ્યાં હતાં. વરસાદ થતા ખેડૂતોમાં ચિતા વ્યાપી ગઇ છે. ભર શિયાળે વરસાદ પડતા ખેડૂતોના પાકમાં નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. ખેતીવાડીમાં કપાસ ખેડૂતે સાચવી રાખ્યા છે. જે બચાવવા કાગળ લઈ દોડધામ થઈ હતી.

રવિ પાકને અસર થશે

બાબરા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ હળવા કમોસમી ઝાપટા પડ્યા હતાં હજારો હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. માવઠાના કારણે ઘઉં, જીરું, ચણા સહિતના રવિ પાકના વાવેતરમાં નુકસાન થવાની શકયતા છે.



ગીર વિસ્તારમાં વરસાદ થશે તો કેરીનાં પાકને નુકસાન

અમરેલી,જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગીર પંથકમાં વરસાદ થશે તો કેરીનાં પાકને ભારે નુકસાન થવાની શકયતા છે. ચાલુ વર્ષે આંબામાં સારો મોર આવ્યો છે. ત્યારે માવઠું થશે તો નુકસાની થશે.
First published:

Tags: Amreli News, Local 18, Rain fall

विज्ञापन