Home /News /amreli /Amreli: ઉનાળું મગફળીનું વાવેતર કરતા પહેલા શું કરવું ? શું ન કરવું? જાણી લો

Amreli: ઉનાળું મગફળીનું વાવેતર કરતા પહેલા શું કરવું ? શું ન કરવું? જાણી લો

X
મગફળી

મગફળી 25 સેન્ટીગ્રેડ ઉષ્ણ તાપમાનમાં સારી રીતે ઉગીશકે છે.

શિયાળું પાક તૈયાર થઇ રહ્યો છે. ખેતરો ખાલી થઇ રહ્યાં છે. પિયત વાળા વિસ્તારમાં ખેડૂત ઉનાળું મગફળી વાવવાની તૈયારી કરી રહ્યાં છે. ઉનાળું મગફળીનું વાવેતર કરતા પહેલા કેટલીક કાળજી લેવામાં આવે તો સારૂં ઉત્પાદન મેળવી શકાય છે.

Abhishek Gondaliya, Amreli: અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં પિયતની સુવિધા વાળા વિસ્તારોમાં ઉનાળુ મગફળીનું વાવેતર મોટા વિસ્તારમાં થાય છે. ઉનાળુ પાકમાં પિયત નિંદામણ આંતર ખેડ અને રોગ જીવાત નિયંત્રણ પરિસ્થિતિ થાય છે અને ઉત્પાદન વધુ મળે છે. ઉનાળુ મગફળી માટે મધ્યકાળી અને ગોરાડું જમીન વધુ માફક આવે છે. મગફળી સારી વૃદ્ધિ અને દોડવાનો વિકાસ થાય તે માટે ઊંડી ખેડ કરવી.આગલા પાકના જડિયા વગેરે વેણી લેવા જરૂરી છે. મગફળી વાવેતર માટે જમીન પહોંચી અને ભરભરી બનાવી જઈએ.

હેકટર દીઠ 8 થી 10 છાણિયું ખાતર આપવું

ઉનાળુ મગફળીના વાવેતર માટે હેક્ટર દીઠ 8 થી 10 ટન છાણિયું ખાતર આપવું જરૂરી છે. સામાન્ય રીતે ચોમાસુ પાક કરતાં બમણા રાસાયણિક ખાતરો ઉનાળુ પાકને આપવાથી એક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો મળે છે. ખેડૂતે ખાતરો નાખતા પહેલા જમીનનો નમુનો લઇ જમીનની ચકાસણી પ્રયોગશાળામાં કરાવી જરૂરી છે. મગફળી પાક પૂર્તિ ખાતર આપવાની જરૂર રહેતી નથી. પાયાનું ખાતર વધુ આપવું જરૂરી છે.

ઉનાળું મગફળીનું વાવેતર કયારે કરવું

મગફળી 23 થી 25 સેન્ટીગ્રેડ ઉષ્ણ તાપમાનમાં સારી રીતે ઉગી શકે છે. ઉનાળામાં વહેલી પાકતી જાતનું વાવણી કાર્ય કરવું. જાન્યુઆરી માસના અંતિમમાં ઠંડી ઓછી થાય કે તુરંત જ મગફળીનું વાવેતર કરી દેવું જોઈએ. જાન્યુઆરીમાં વાવણી કરીએ તો ચોમાસા પહેલા પાક ઉત્પાદન લઈ શકાય છે.

કયાં વિસ્તારમાં કયારે વાવેતર કરવું

રાજ્યની કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જાન્યુઆરીનું પ્રથમ પખવાડિયું, મધ્ય ગુજરાત માટે જાન્યુઆરીનું ત્રીજું પખવાડિયું અને દક્ષિણ ગુજરાત માટે જાન્યુઆરીના બીજા અઠવાડિયા સુધીમાં મગફળીનું વાવેતર કરી દેવું. મગફળીનું વાવેતર કરવા સમયે ઠંડીને ધ્યાનમાં લઈને વાવેતર કરવું.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો ?, શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે ?, તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો ? તો અમને જાણ કરો, આ રહ્યું અમારું મેઇલ આઇડી. abhishekgondaliya60@gmail.com અમારો સંપર્ક નંબર 7284990974 છે જેમાં તમારી વિગત, સંપર્ક નંબર વોટ્સએપ દ્વારા મોકલી આપો, અમારા રિપોર્ટર તમારો સંપર્ક કરશે.
First published:

Tags: Amreli News, Farmer in Gujarat, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો