Home /News /amreli /Amreli: ચણામાં સુકારાના રોગ સાથે ખેડૂતોમાં ચિંતા વ્યાપી; આટલું કરો

Amreli: ચણામાં સુકારાના રોગ સાથે ખેડૂતોમાં ચિંતા વ્યાપી; આટલું કરો

X
ઓછું

ઓછું પાણી અને વધુ ઉત્પાદન આપતો ચણાનો પાક સુકારાના ભરડામાં ભરડાયો

અમરેલી જિલ્લામાં ચણાના પાકમાં સુકારા નામનો રોગ જોવા મળી રહ્યો છે. ચણામાં સુકારો આવતા પાક કોઈપણ અવસ્થામાં સુકાવા લાગે છે અને ખેડૂતોને નુકસાની ભોગવવી પડે છે. ત્યારે નિષ્ણાંતની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવો જોઈએ.

Abhishek Gondaliya. Amreli: દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચણાના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ચણાનું વાવેતર કરાયું છે. પરંતુ હાલ ચણાના પાકમાં સુકારો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

વિષય નિષ્ણાંત રમેશભાઈ રાઠોદે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કઠોળ વર્ગમાં ચણાના પાકનું ખૂબ જ મહત્વ છે અને રાજ્યમાં મોટા વિસ્તારમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે.



પરંતુ હાલ ચણાના પાકમાં સુકારા નામનો રોગ આવ્યો છે. સુકારા નામનો રોગ બીજ અને જમીનજન્ય ફૂગ મારફતે ફેલાય છે. આ રોગના કારણે પાક કોઈપણ અવસ્થામાં સુકાવા લાગે છે. મૂળમાં કાળી લીટી જોવા મળે છે. આ પ્રકારના લક્ષણો જોવા મળે તો સમજવું કે. સુકારા નામનો રોગ છે.



રોગને અટકાવવા શું કરવું જોઈએ

ચણાની જાતમાં પાંચ નંબર અથવા છ નંબરની જાતનું વાવેતર કરવાથી સુકારા નામનો રોગ ઓછો જોવા મળે છે. બીજનું વાવેતર કરવા પહેલા ફૂગનાશક દવાનો પટ આપવો જોઈએ. અથવાફૂગ નાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.



પાકની ફેરબદલી કરવી એ અગત્યનો ભાગ ભજવે છે. ચણાનો પાક લીધા બાદ બાજરી અથવા જુવારનું વાવેતર કરવું જોઈએ. જેથી ફૂગ આવવાનું પ્રમાણ ઘટે છે, જેથી સુકારો રોગ આવતો નથી.
First published:

Tags: Amreli News, Crop, Disease, Local 18