Home /News /amreli /PM મોદી અને રાહુલ ગાંધીનાં ગુજરાત પ્રવાસમાં થયો ફેરફાર, જાણો ક્યારે આવશે

PM મોદી અને રાહુલ ગાંધીનાં ગુજરાત પ્રવાસમાં થયો ફેરફાર, જાણો ક્યારે આવશે

રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

ન્યૂઝ 18 ગુજરાત: લોકસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ તમામ પક્ષનાં નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જોકે તેમના ગુજરાત પ્રવાસની તારીખમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. પીએમ મોદી 17 એપ્રિલની જગ્યાએ હવે 18મી એપ્રિલ ગુરૂવારનાં રોજ અમરેલીમાં ચૂંટણી સભા ગજવશે. જ્યારે કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે જેમનાં પણ કાર્યક્રમમાં થોડો ફેરફાર થયો છે. રાહુલ ગાંધી 15 એપ્રિલે અમરેલી, ભાવનગર અને જૂનાગઢ લોકસભાના લોકોને સંબોધન કરશે. જે બાદ રાહુલ ગાંધી 18 એપ્રિલે ગુજરાત આવશે. 18 એપ્રિલે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રનાં કેશોદ અથવા પોરબંદરમાં સભા યોજશે. 18 એપ્રિલ બાદ 20 એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાત આવશે. 20 એપ્રિલે બારડોલી, દાહોદ અને પાટણમાં સભા કરશે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીનાં ગુજરાત પ્રવાસનું આયોજન આજે સાંજ સુધીમાં આવી જશે તેવું માનવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમિત શાહે વિશ્વ ઉમિયા સંસ્થાના સેક્રેટરી સાથે કરી બંધ બારણે બેઠક

આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમરેલીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીના ગઢમાં પીએમ મોદી સભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 10 એપ્રિલના રોજ ગુજરાતની ચૂંટણીલક્ષી મુલાકાતે આવ્યા હતા. 10મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં બે સભાને સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ જૂનાગઢ ખાતે ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જ્યારે પીએમ મોદીએ સોનગઢમાં બારડોલી અને નવસારી લોકસભા વિસ્તાની જનતાને સંબોધન કર્યું હતું.

કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકો
રાહુલ ગાંધી સાથે અન્ય સ્ટાર પ્રચારકો જેવા પ્રિયંકા ગાંધી, નવજોત સિધ્ધુ, ઉર્મિલા માંતોડકર, નગમા, ક્રિકેટર અઝહરુદ્દીન ગુજરાતમાં આવી કોંગ્રેસનો પ્રચાર કરશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોના ચૂંટણી પ્રચારનું શિડયુલ ગોઠવાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છેકે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. તેઓ લોકસભાની ચૂંટણીની પ્રથમ જાહેરસભા સભા સંબોધી ચૂંટણી પ્રચારનુ રણશિંગુ ફૂંકશે.
First published:

Tags: Ahmedabad East S06p07, Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, North Gujarat Lok Sabha Elections 2019, Priyanka Gandhi Vadra, કોંગ્રેસ, ગુજરાત, પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ, રાહુલ ગાંધી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો