વર્ષ 2020-21 કરતા 21-22 માં વધુ વાવેતર બાગાયતી પાકનો નોંધાયું
ખેડૂતોને બાગાયતી ખેતી અંગે યોગ્ય માર્ગદર્શન અને સબસીડી મળતા ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યાં છે. અમરેલી જિલ્લામાં 20371 હેક્ટરમાં બાગાયતી પાકનું વધુ વાવેતર થયું છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાના ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા છે. છેલ્લા એક વર્ષમાં અમરેલી જિલ્લામાં 20371 હેક્ટરમાં બાગાયતી પાક વાવેતર થયું છે જે ગત વર્ષ કરતાં ખૂબ જ વધારે છે.બાગાયતી પાકમાં આંબા,ચીકુ ,કેળા,જામફળ,સીતાફળ સહિતના પાકનું વાવેતર કરવામાં આવે છે.
વર્ષ 2020-21 માં 27,697 હેક્ટરમાં બાગાયતી પાકનું વાવેતર
અમરેલી જિલ્લામાં વર્ષ 2020-21 માં 27,697 હેક્ટરમાં બાગાયતી પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે વધી 48086.69 હેક્ટરમાં બાગાયતી પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતોને બાગાયત વિભાગ દ્વારા પૂર્તિ માહિતી અને પ્લાન્ટેશન, વાવેતરની સબસીડી આપવામાં આવે છે. જેથી ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવી રહ્યું છે.
ખેડૂતો કેળાની ખેતી પણ કરી રહ્યા છે
ખેડૂતો દ્વારા કેળાની ખેતી કરવામાં આવે છે. જેમાં પણ સબસીડી મળવાપાત્ર હોવાથી ખેડૂતો દ્વારા કેળાની પણ વધુ ખેતી કરી રહ્યા છે. ખેડૂતો કેળની ખેતી કરીઅને મબલક ઉત્પાદન મેળવે છે. વિવિધ સાધન સામગ્રી માટે પણ બાગાયત વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યા છે.