Home /News /amreli /જોવા જેવી છે અમરેલીના દેવળિયામાં આવેલી આ પૌરાણિક વાવ, અંદર છે એકમાળનું બાંધકામ

જોવા જેવી છે અમરેલીના દેવળિયામાં આવેલી આ પૌરાણિક વાવ, અંદર છે એકમાળનું બાંધકામ

લોક વાયકા મુજબ મુગલ શાશન કાળ દરમિયાન મુગલો હિન્દૂ મંદિરો બંધ કરાવાતા હતા તે સમયે વાવ અને મંદિરને માટી નાખીને બુરી દેવામાં આવ્યા હોય શકે છે.

લોક વાયકા મુજબ મુગલ શાશન કાળ દરમિયાન મુગલો હિન્દૂ મંદિરો બંધ કરાવાતા હતા તે સમયે વાવ અને મંદિરને માટી નાખીને બુરી દેવામાં આવ્યા હોય શકે છે.

    Abhishek Gondaliya. Amreli:  આજે પણ પૌરાણિક મંદિરો અને ઇમારતો જમીનની અંદર છૂપાયેલી છે. છાશવારે ખોદકામ દરમિયાન તેના અવશેષો મળતા રહે છે. આવી જ એક પૌરાણિક વાવ અમરેલીના દેવળિયા ગામમાં મળી આવી હતી. સૌરાષ્ટ્રમાં જૂની પરંપરાઓ સાથે જુનવાણી સંસ્કૃતિઓ જમીનમાં હજુ ધરબાયેલી છે આ જમીનમાં ગરક થઈ ગયેલ અતિ પૌરાણિક વાવ વર્ષો બાદ ખોદકામ દરમિયાન જુનવાણી પુરાઈ ગયેલી વાવ માં શિવલિંગ મળી આવ્યું હતું. હવે આ પૌરાણીક વાવનું જતન કરવા માટે તેનું સમાર કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

    દેવળીયા ગામમા 2006 માં એક ખોદકામ દરમ્યાન જુનવાણી પુરાઈ ગયેલી વાવમાં શિવલિંગ મળી આવેલુ હતું જે કચરના ઢગ માંથી મળ્યું હોવાથી અપૂજનીય રહ્યું હતું. એક મંદિરમાં આ અપૂજનીય શિવલિંગને ફરી પૂજા પાઠ કરીને એજ જગાએ સ્થાપન કરવાના આયોજનમાં દેવળીયા ગામે ગ્રામ સભા મળી જેમાં જે જગ્યાએ શિવલિંગ મળ્યું ત્યાં જ શિવલિંગ સ્થાપન કરવાનું ગ્રામસભામાં નક્કી થયા બાદ શિવલિંગ મળ્યું એ જગ્યાએ ખોદકામ શરૂ કરતા 10 ફૂટની કમાન ગેઇટ વાળી જગ્યામાં પ્રથમ એક ગેઇટ જોવા મળ્યો. જોત જોતા એ અતિ પૌરાણિક વાવ હોવાના ચિહ્નો જોવા મળતા દેવળીયા વાસીઓ આશ્ચર્ય ચકિત થઈ ગયેલા ને વર્ષો પહેલા વાવ માં દટાયેલ શિવ મંદિર મળી આવ્યું હતુ.



    ત્રણ માળની બાજુમાં જ કોતરણવાળી અને પગથિયાં વાળી વાવ મળતા જિલ્લા પ્રશાશનને જાણ કરવામાં આવી હતી. ગામના 100 વર્ષના વૃદ્ધો પાસે પણ આ માહિતી ન હતી કે વડવાઓ પણ આ વાવથી અજાણ હોવાનું જણાવ્યું હતું. જ્યારે ત્રણ માળની વિશાળ પૌરાણિક વાવ મળી આવી આવડી મોટી ને કલાત્મક વાવ જોઈને ગ્રામજનો અચંબિત બની ગયા ને ગ્રામ પંચાયત દ્વારા વવા ખોદકામની કામગીરીમાં ત્રણ માળની વાવનો ઉપરનો એક માળ નષ્ટ જેવો થઈ ગયો છે.



    જ્યારે બે માળ હજુ હયાત જોવા મળ્યો હતો.  જમીનથી 48 ફૂટ ઊંડે સુધી 10 ફૂટની પહોળાઈ અને 13 ફૂટની હાઈટ એક માળ એ મુજબનું બાંધકામ છે તેમાં નકશી કામ અને પ્રાચીન મૂર્તિઓ પણ જોવા મળી છે. 28 ફૂટ નીચે શિવમંદિર બનાવમાં આવેલ છે જ્યારે 48 ફૂટ નીચે બાંધકામ પૂરું થાય તેની નીચે ઊંડો કૂવો લગભગ 18 ફૂટનો હોવાની સંભાવનાઓ હાલ જુના માણસો વ્યક્ત કરી રહ્યા છે.



    લોક વાયકા મુજબ મુગલ શાશન કાળ દરમિયાન મુગલો હિન્દૂ મંદિરો બંધ કરાવાતા હતા તે સમયે વાવ અને મંદિરને માટી નાખીને બુરી દેવામાં આવ્યા હોય શકે છે. એવું પણ દેવળીયા વાસીઓમાં ચર્ચા છે ત્યારે આ પૌરાણીક વાવ. શોધવામાં સફળ સાબિત થયેલા દેવળીયાના મહિલા સરપંચના પતિ નાથાલાલ સુખડીયાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં હાલમાં આટલી મોટી વિશાલ કે પૌરાણિક પ્રાચીન વાવ ક્યાંય નથી. લોકો માટે ઐતિહાસિક સ્થળ તરીકે જોવા આવી શકે એ માટે પંચાયત દ્વારા લોકફાળો કરીને જીર્ણોદ્ધાર કરવામાં આવશે અને વાવની અંદર મંદિરમાં ધામધૂમ પૂર્વક મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. અંદર લાઈટ ડેકોરેશન લાઇટિંગ કરીને શુશોભીત કરવા 10 લાખ જવા ખર્ચનો અંદાજ હાલ લાગવાઈ રહ્યો છે. તંત્ર દ્વારા પૌરાણિક વાવની મુલાયકાત લઈને સરકાર સુધી તેના ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા છે ને પુરાતન વિભાગ પણ આ સ્થળની મુલાકાત કરે તેવું દેવળીયા વાસીઓ ઇચ્છી રહ્યા છે
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: અમરેલી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन