Home /News /amreli /Amreli: ડુંગળીના પાકમાં જીવાતનો ઉપદ્રવ; નિષ્ણાતોએ આપી આ સલાહ

Amreli: ડુંગળીના પાકમાં જીવાતનો ઉપદ્રવ; નિષ્ણાતોએ આપી આ સલાહ

ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી માહિતી

ડુંગળી એ અગત્યનો શિયાળુ પાક છે. તેમજ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં તેનું વાવેતર થયું છે. પરંતુ હાલ આ પાકમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જે ડુંગળીના પાકને નુકસાન કરી શકે તેમ છે. કૃષિ નિષ્ણાતોએ આ જીવાતના નિયત્રંણ માટે કેટલીક ભલામણ કરી છે.

વધુ જુઓ ...
Abhishek Gondaliya, Amreli: ડુંગળી એ અગત્યનો શિયાળુ પાક છે. ડુંગળીને ગરીબોની કસ્તુરી કહેવામા આવે છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ‚ ભાવનગર‚ અમરેલી અને જામનગર જિલ્લામાં તેનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ઘણીવાર આ પાકોમાં જીવાતના ઉપદ્રવના કારણે ઉત્પાદમાં માઠી અસર થાય છે.

આ પાકમાં અત્યારે થ્રીપ્સ નામની જીવાત જોવા મળે છે. વિષય નિષ્ણાત રમેશ રાઠોડે જણાવ્યું હતું કે, હાલ ડુંગળીમાં ખૂબ જ કીટક જન્ય રોગ આવતા હોય છે. કીટકો જન્ય રોગમાં સૌપ્રથમ રોગની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે. રોગના ઓળખ કર્યા બાદ નિયંત્રણ કરવામાં આવે છે.

કીટક જન્ય રોગની ઓળખ કઈ રીતે કરી શકાય

ડુંગળીની જીવાતોમાં થ્રીપ્સ એ અગત્યની જીવાત છે. તેના બચ્ચાં અને પુખ્ત કિટક નુકસાનકારક છે. પુખ્ત કિટક આશરે એક મીલી લંબાઈના નળાકાર અને પીળાશ પડતા ગુલાબી રંગના હોય છે. તેના નર પુખ્ત કિટકો પાંખ વગરના હોય છે. જયારે માદા કિટકને પીછા આકારની લાંબી પટ્ટાવાળી પાંખો હોય છે.

પુખ્ત કિટકને પાછળની પાંખમાં નીચેની બાજુ લાંબા વાળ હોય છે. બચ્ચાંઓ આકારમાં અને રંગમાં પુખ્ત કિટકને મળતાં આવે છે. આ જીવાત નાની હોવાથી તાત્કાલીક નરી આંખે જોવામાં તકલીફ પડે છે. પરંતુ તે પાન પર ફરતી જોઈ શકાય છે.

સંકલિત નિયંત્રણના પગલા 

આ જીવાત બહુભોગી હોવાથી શરૂઆતમાં ડુંગળીના ખેતરમાં ઉગી નીકળેલ ઘાસ ખાસ કરીને કાળીયા ઘાસ પર તેની વૃધ્ધિ થાય છે અને ત્યારબાદ પાકના છોડ પર હુંમલો કરતી હોય છે. તેથી ખેતરમાં નીકળેલ ઘાસ અને નિંદામણ દૂર કરવું જોઈએ.

આ જીવાત તેની કોશેટા અવસ્થા જમીનમાં પસાર કરતી હોય છે. તેથી અવારનવાર જમીનને ગોડવી તેમજ પાળા પર ભુકી રૂપ જંતુનાશક દવા જેવી કે મિથાઈલ પેરાથીઓન 2 ટકા ભુકીનો છંટકાવ સમયાંતરે કરવો જોઈએ. જેથી જમીનમાં રહેલ કોશેટાનો નાશ થાય.

પાકમાં નિયમિત રીતે નિયત સમયાંતરે પિયત આપતા રહેવું બે પિયત વચ્ચે લાંબોગાળો રહેશે, તો જીવાતનો ઉપદ્રવ વધવાની શકયતા વધશે.

ડુંગળીના ફરતે મકાઇ અથવા ઘઉંનું વાવેતર કરવાથી થ્રીપ્સ આવતી અટકે છે અને દવાનો ખર્ચ ઘટે છે.

થ્રીપ્સની ક્ષમયમાત્રા 15 પાનદીઠ 15 થ્રીપ્સની સંખ્યા કરતાં વધારે સંખ્યામાં થ્રીપ્સ જોવા મળે તો તેનાથી ઉત્પાદન પર અસર થાય છે. પરીણામે ઉત્પાદન ઘટે છે.

આ જીવાતના જૈવિક નિયંત્રણ માટે બીવેરીયા બાસીયાના 80 ગ્રામ અથવા અથવા મેટારીઝયમ એનીસોપ્લી 80 ગ્રામ અથવા લીંબોળીનુ તેલ1500 પીપીએમ 60 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો.

આ જીવાતના રાસાયણિક નિયંત્રણ માટે ડાયમીથોએટ 10 મીલી અથવા સ્પીનોસેડ 45 % એસસી 2 મીલી અથવા ફીપ્રોનિલ 5 % એસસી14 મીલી અથવા ઇમિડાક્લોપ્રિડ17.8 એસએલ 5 મીલી અથવા કવીનાલફોસ 20 મી.લી દવા 10 લીટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો. વાવતી વખતે ચાસમાં દાણાદાર જંતૃનાશક દવા કાર્બોફયુરાન 3 જી પ્રતિ હેકટરે 20 કિ.ગ્રા. પ્રમાણે આપવાથી પણ થ્રીપ્સને અસરકારક રીતે કાબુમાં લઈ શકાય છે.પરંતુ પ્રવાહીરૂપ દવાની સરખામણીમાં દાણાદાર દવાઓ મોઘી પડે છે.
First published:

Tags: Amreli News, Farmer in Gujarat, Local 18