દેલવાડામાં 500થી 700 વર્ષ જૂના ઝૂલતા મિનારા આવેલા છે. આજે પણ આ મિનારા ઝૂલે છે. મિનારા નિહાળવા મોટી સંખ્યા લોકો આવે છે. મિનારાની ઉંચાઇ 90 ફૂટ કરતા વધુ છે.
દેલવાડામાં 500થી 700 વર્ષ જૂના ઝૂલતા મિનારા આવેલા છે. આજે પણ આ મિનારા ઝૂલે છે. મિનારા નિહાળવા મોટી સંખ્યા લોકો આવે છે. મિનારાની ઉંચાઇ 90 ફૂટ કરતા વધુ છે.
Abhishek Gondaliya, Amreli: અમદાવાદમાં આવેલા પ્રખ્યાત ઝૂલતા મિનારાથી સૌ કોઈ પરિચિત છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામે જુના ઐતિહાસિક ઝૂલતા મિનારા આવ્યા છે. ઝૂલતા મિનારા નિહાળવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે. આટલા વર્ષ જૂના છે મિનારા દેલવાડામાં આવેલા ઝૂલતા મિનારા છેલ્લા 500થી 700 વર્ષ કરતા જૂના છે. આજે પણ અડિખમ છે. આ મિનારાની ઉંચાઇ 90થી 100 ફૂટ છે. આ મિનારાનું વર્ષ 1291માં નિર્માણ થયું હતું.
મિનારાને લઇ કોઇ ચોકકસ ઇતિહાસ નથી
આ મસ્જિદમાં સુલેમાન શાહ પીરની મજાર પણ આવેલી છે. અહીં મિનારા અંગેની માહિતી આપતો કોઈ લેખ કે અન્ય લખાણ નથી. પરંતુ આ એક ઐતિહાસિક સ્થાપત્યના વિકસની જાળવણી હજુ પણ જળવાઈ રહી છે.
મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ઉપર પ્રવાસન અર્થે જતા હોય છે, ત્યારે આ દેલવાડાના દેરાની મુલાકાત લેતા હોય છે. અમદાવાદમાં આવેલા ઝૂલતા મિનારાની જેમ જ આ મિનારા ઝુલે છે અને હજુ પણ આ મિનારા અડિખમ રહ્યા છે.