અમરેલી જિલ્લાના વિજિયાનગરના ધોરણ 10 સુધી ભણેલા ખેડૂત પરેશભાઈએ પોતાની જાતે મીની ટ્રેકટર બનાવ્યું છે.લોકડાઉનમાં મીની ટ્રેકટર જોઈ તેમાંથી ટ્રેકટર બનાવ્યું હતું.આ ટ્રેકટર માત્ર 3 દિવસમાં બનાવી આપે છે. હાલ આફ્રિકા વ્યવસાય માટે જવા રવાના થયા છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાના ખેડૂતો પ્રગતિશીલ ખેડૂત છે. ખેડૂતો ખેતીકામમાં વપરાતા ઓજારો જાતે તૈયાર કરી રહ્યા છે.ખેડૂતો પોતાની જાતે જ ખેતી ઉપયોગી તમામ ઓજારો બનાવતા થયા છે અને પોતે જ ઉપયોગ કરે છ.
અમરેલી જિલ્લાના વિજિયાનગર ગામના ખેડૂત પરેશભાઈએ જણાવ્યું હતું કે,ગામમાં અન્ય વ્યક્તિ દ્વારા લાવવામાં આવેલું ટ્રેક્ટર જોયું હતું. ટ્રેક્ટર જોયા બાદ પોતાના નિવાસસ્થાને ટ્રેક્ટર લાવ્યા હતા. ટ્રેક્ટરનો સંપૂર્ણ ટેકનીકલી અને વપરાતા સાધનોનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ પોતે ટ્રેક્ટર તૈયાર કર્યું છે.
પરેશભાઈએ 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો
પરેશભાઈએ 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.પહેલા સુરત વ્યવસાય કરતા હતા . લોક ડાઉન આવતાની સાથે જ વતન આવ્યા હતા. ગામમાં લાવેલા ટ્રેક્ટરને જોઈ અને પોતાને બનાવવાનો વિચાર આવ્યો હતો.મશીનરી અને જરૂરી સાધન લાવ્યા હતા . પરેશભાઈએ અન્ય વ્યક્તિની મદદ લીધી હતી અને ટ્રેક્ટર તૈયાર કર્યું હતું.
ત્રણ દિવસમાં ટ્રેક્ટર તૈયાર કરે
પરેશભાઈએ મીની ટેકટર તૈયાર કર્યા બાદ અન્ય ખેડૂતો દ્વારા પરેશભાઈને પ્રેરિત કરી અને ટ્રેક્ટર બનાવવા જણાવ્યું હતું. લોકડાઉન હોવાને લઈને પરેશભાઈએ પોતાના નિવાસસ્થાને ટ્રેક્ટર બનાવવાની શરૂઆત કરી હતી.
બાદ બાઢડા ગામ ખાતે એક ભાડાના મકાનમાં ટ્રેક્ટર બનાવવાની શરૂઆત કરાઈ છે.મીની ટ્રેક્ટરની ખૂબ જ માંગ હોવાને લઈને ત્રણ દિવસમાં ટ્રેક્ટર તૈયાર કરે છે.
ટ્રેક્ટરની કિંમત 2.70 લાખ રૂપિયા
પરેશભાઈ ત્રણ દિવસમાં ટ્રેક્ટર બનાવી અને ખેડૂતોને આપવામાં આવે છે.ખેડૂતો પાસેથી રૂપિયા 2,70,000 ની રકમ લીધી હતી અને હાલ જેવો વધુ વ્યવસાય અર્થે આફ્રિકા જવા રવાના થઈ ગયા હતા.