Home /News /amreli /ગુજરાત ચૂંટણીનાં રાજકારણનાં ગરમાવા વચ્ચે તંદૂરસ્ત રાજકારણની તસવીર આવી સામે, તમે પણ જોઇ લો વીડિયો

ગુજરાત ચૂંટણીનાં રાજકારણનાં ગરમાવા વચ્ચે તંદૂરસ્ત રાજકારણની તસવીર આવી સામે, તમે પણ જોઇ લો વીડિયો

ગુજરાત ચૂંટણીનાં રાજકારણનાં ગરમાવા વચ્ચે તંદૂરસ્ત રાજકારણની તસવીર

Gujarat Election Viral: અમરેલી જિલ્લાનાં તંદુરસ્ત રાજકારણની વાતની જોરદાર ચર્ચા થઇ રહી છે. પરેશ ધાનાણી અને તેમના નાનાભાઇ શરદ ધાનાણીએ ભાજપના દિગ્ગજો પાસે જીતનાં આશીર્વાદ લીધા.

  અમરેલી: ગુજરાતમાં રાજકારણનો માહોલ જામ્યો છે. પક્ષો એકબીજાની સામે બોલવામાં કાંઇ બાકી રહેવા દેતા નથી. ત્યારે તંદુરસ્ત રાજકારણની અદભૂત તસવીર સામે આવી છે. અમરેલી જિલ્લામાં પ્રચારનાં અંતિમ દિવસે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ ભાજપ કાર્યાલય પહોંચીને ચાની ચૂસકી લીઘી હતી. પરેશ ધાનાણીએ રાજકીય દાવપેચ ભૂલીને ભાજનાં દિગ્ગજ નેતાઓ સાથે હળવાશની પળો માણી હતી.

  અમરેલી જિલ્લાનાં તંદુરસ્ત રાજકારણની વાતની જોરદાર ચર્ચા થઇ રહી છે. ત્યારે પરેશ ધાનાણી અને તેમના નાનાભાઇ શરદ ધાનાણી ભાજપ કાર્યાલય પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે, પરશોત્તમ રૂપાલા, ગોરધન ઝડફીયા અને દિલીપ સંઘાણી બેઠા છે. તેથી તેઓ તરત જ કોઇપણ સંકોચ વગર ભાજપ કાર્યલયમાં ગયા હતા. જે બાદ તેઓએ ભાજપનાં નેતા સાથે બેસીને ચાની ચૂસકી પણ માણી હતી અને પોતાની જીત માટે આશીર્વાદ પણ લીધા હતા.

  પરેશ ધાનાણીએ હસતાં હસતાં ત્યાં કહ્યુ પણ હતુ કે, 'જે કાર્યકરો તનથી ભાજપ કાર્યાલયમાં છે અને મનથી કોંગ્રેસમાં છે તે મને આશીર્વાદ આપે.' આશરે 20 મિનિટ સુધી આ નેતાઓએ સાથે હળવાશની પળો માણી હતી.


  અમરેલી બેઠક ભાજપનો ગઢ


  1991થી આ બેઠક ભાજપનો ગઢ રહી છે. ભાજપના દિલીપ સંઘાણી આ બેઠક ઉપરથી ચાર વખત વિજયી થયા છે. વર્ષ 2009માં કૉંગ્રેસના વીરજી ઠુમ્મરે સંઘાણીને પરાજય આપ્યો હતો. ગત વખતે ભાજપે આ બેઠક ઉપરથી નારણ કાછડિયાને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા. આ બેઠક પરથી ધાનાણી અને કાછડિયા લેઉઆ પાટીદાર સમાજના છે. રાજકોટ ભાજપના અગ્રણી ધનસુખ ભંડારીના કહેવા પ્રમાણે, "પાટીદાર સમાજ ભાજપ સાથે જ છે." હાલમાં પરેશ ધાનાણી અમરેલી બેઠકથી ધારાસભ્ય છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, અમરેલી, ગુજરાત, ગુજરાત ચૂંટણી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन