Home /News /amreli /Gujarat Assembly Election: પરેશ ધાનાણીએ ટ્વીટ કરી કટાક્ષ કર્યો, સવારે ભાજપના દિગ્ગજ સાથે ચા પીતા'તા!
Gujarat Assembly Election: પરેશ ધાનાણીએ ટ્વીટ કરી કટાક્ષ કર્યો, સવારે ભાજપના દિગ્ગજ સાથે ચા પીતા'તા!
પરેશ ધાનાણીએ ટ્વીટ કરી સાંજે કટાક્ષ કર્યો!
Gujarat Assembly Election: સવારે પરેશ ધાનાણી ભાજપના દિગ્ગજો સાથે ચા પીતા જોવા મળ્યા હતા. ત્યારે સાંજે ધાનાણીએ ટ્વીટ કરીને ભાજપ પર કટાક્ષ કર્યો હતો. જાણો તેમણે શું કહ્યું....
અમદાવાદઃ સવારે જ ભાજપના નેતાઓ સાથે ચાની ચુસ્કી માર્યા બાદ પરેશ ધાનાણીએ ટ્વીટ કરી વાક્બાણ છોડ્યા હતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પહેલી તારીખે મતદાન છે. પરંતુ તે પહેલાં અદ્ભુત દૃશ્યો જોવા મળ્યા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એકસાથે ચાની ચુસ્કી લેતા જોવા મળ્યા હતા. જેમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર અચાનક ભાજપના સિનિયર નેતાઓ પુરુસોત્તમ રૂપાલા, દિલિપ સંઘાણી સહિતના નેતાઓને મળતા જોવા મળ્યા હતા.
આ બધા પછી પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને કટાક્ષ સાથે એક વીડિયો શેર કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યુ હતુ કે, ‘કમલમે દીધી દસ્તક, તાનાશાહીથી ભયભીત થઈને ફટકો પહેરનારા સૌએ આજકાલ કમલમે કબજો કર્યો છે, ત્યારે પાયાના પથ્થરસમાન કાર્યકર્તાઓએ, ભયના ભારે 'તન' તણાઈ તોય 'મન' મોકળું મૂકીને ચૂપચાપ પંજાનું બટન દબાવી અને સતાના રાજ અહંકારને ઓગાળવા નોતરું આપું છું. #વડીલોને_વંદન’
કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને તેમના નાનાભાઈ શરદ ધાનાણી ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચતા ઘડીભર માટે સન્નાટો થઇ ગયો હતો. પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશિર્વાદ લીધા હતા.
આ અંગે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ કહ્યુ હતુ કે, ‘ભાજપના કાર્યાલયમાં રહેતા અને દીલથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરો પણ મને આશિર્વાદ આપશે.’ અમરેલી જિલ્લાના તંદુરસ્ત રાજકારણની આ અદ્ભુત તસવીરો સામે આવી છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે રાજકીય દાવ પેચ ભૂલી ચાની ચુસ્કી સાથે હળવાશની પળો માણતા ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોવા મળ્યા હતા.
‘ચાય પે ચર્ચા’ ટોક ઓફ ધ ટાઉન બની
પહેલી ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠક પર ચૂંટણી થશે. જેમાં અનેક દિગ્ગજ નેતા કિસ્મત ફેંસલો થશે. મતદારો સત્તા પક્ષને ફરી લાવે છે કે, પછી પરિવર્તન થાય છે. તે સમય બતાવશે. પરંતુ હાલ તો ચૂંટણી પ્રચાર અંતિમ દિવસે કોગ્રેસ નેતાઓ અને ભાજપ નેતાઓ વચ્ચે થયેલ ચાય પે ચર્ચા વિસ્તારમાં ટાઉન ઓફ ટોપિક ચોક્કસ બન્યો છે.