Home /News /amreli /Amreli: સાવરકુંડલનાં અમૃતવેલ ગામની સીમમાં નીલગાયનો શિકાર, આરોપી હાથ ન લાગ્યો

Amreli: સાવરકુંડલનાં અમૃતવેલ ગામની સીમમાં નીલગાયનો શિકાર, આરોપી હાથ ન લાગ્યો

X
વન

વન વિભાગ એ પ્રાણીના અવશેષો મેળવી એફએસએલમાં મોકલાયા

સવારકુંડલનાં અમૃતવેલ ગામની સીમમાં નીલગાયનો શિકાર થયાનું સામે આવ્યું છે. વન વિભાગે નીલગાયનું ચામડું, દેશી બંદૂક, નીલગાયનાં શીંગડા સહિતનો મુદામાલ કબજે કર્યો છે. પરંતુ આરોપી હાથમાં આવ્યો નથી.

Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં સિંહ, નીલગાય સહિતના વન્ય પ્રાણીઓને સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. સાવરકુંડલા રેન્જના અમૃતવેલ ગામે રેવન્યુ વિસ્તારમાંથી શિકાર કરાયેલ વન્ય પ્રાણી નીલગાયનું ચામડું, મટન, હથિયાર વન વિભાગે ઝડપી પડ્યા છે.આરોપીઓ ફરાર થયા છે.

અસામાજિક તત્વો વન્ય પ્રાણીઓનો શિકાર કરી રહ્યાની ઘટના બની રહી છે. વન વિભાગ એલર્ટ થયું છે. સાવરકુંડલા રેન્જમાં શિકાર કરતી ટોળકી ઉપર વન વિભાગ ત્રાટકી હતી અને બંધુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખેતરમાંથી વન્ય પ્રાણી નીલગાયના મટનના ટુકડાઓ નાળચા વગરની દેશી બનાવટી બંધુક,

બંધુકનો પાવડર તેમજ લાકડાના હાથાવાળો લોહી વાળો કુહાડો મળી આવ્યો હતો અમૃતવેલો રેવન્યુમાં પ્રવીણભાઈ વઘાસીયાના ખેતરમાંથી નીલ ગાયનું ચામડું, નીલગાયના શીંગડા જડબા સાથેનો પગનું હાડકું આંતરડાના ટુકડા મળી આવ્યાં હતા અને તમામને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. વન વિભાગ વાડી માલિકના નિવેદન લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

વન વિભાગનાં હાથમાં આરોપી ન આવ્યો

સામન્ય માણસ પર હંમેશા હાવી થતા તંત્રનાં ગુનેગારો આગળ હથીયાર હેઠા પડી જાય છે. નીલગાય શિકારમાં વન વિભાગનાં હાથમાં આરોપી આવ્યો નહી. માત્ર મુદામાલ જ હાથે લાગ્યો છે.
First published:

Tags: Amreli News, Hunting, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો