Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લાની અંદર મોટો વનવિસ્તાર આવેલો છે જંગલની અંદર અનેક પ્રકારના જીવજંતુઓ અને પ્રાણીઓનો વસવાટ છે વન્ય પ્રાણી સરક્ષણ બાબત ખૂબ જ મહત્વની છે વન વિભાગ અને વન્ય પ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતતા લાવવા એક શિબિર યોજાઈ હતી.
ગીર પૂર્વે વન વિભાગ ધારી હેઠળ પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારી રાજદીપસિંહ ઝાલા દ્વારા ન્યુઝ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ ચીખલી કુબા કેમ્પસાઇટ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
વન અને વન્ય પ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતતા લાવવા માટે વિવિધ શાળાના બાળકોની શિબિર યોજાઈ છે બાળકો માટે કુલ 15 પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,
26 ડિસેમ્બર થી શરૂ થયેલી આ પ્રાકૃતિક શિબિરમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો છે ધારી વિસ્તારના જંગલોની અંદર બાળકોને વન્ય પ્રાણી જીવ જંતુ વિશે માહિતગાર કરવામાં આવ્યા છે.
બાળકોને તજજ્ઞ પ્રશિક્ષકો અને વન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક શિબિરમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન કીટ સમયપત્રક મુજબ લેક્ચર .કેમ્પ ફાયર .ચિત્ર સ્પર્ધા. વન ભ્રમણ. જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
રાજદીપસિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે શિબિરમાં તમામ શાળાઓ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. કેમ્પમાં કુલ 675 વિદ્યાર્થીઓ લાભ લેશે શિબિર ની અંદર આવતા તમામ વિદ્યાર્થીઓને પ્રકૃતિને જાણવાનો અને માણવાનો ખૂબ જ લાભ મળશે અને વન સરક્ષણ શિબિર સફળ રહેશે.
વન્ય વિસ્તારની અંદર થતા વૃક્ષો વન્ય જીવો વન્ય પ્રાણીઓ વન પરિભ્રમણમાં વિદ્યાર્થીઓને જોવા અને જાણવા મળશે સાથે જ કેમ્પ ફાયર નો વિદ્યાર્થીઓને સૌથી વધુ આનંદ મળશે