Home /News /amreli /Amreli: સરદાર પટેલની જન્મજયંતી પર રચાશે ઇતિહાસ, આ વ્યક્તિ 147 મૂર્તિ ગામડાઓમાં આપશે

Amreli: સરદાર પટેલની જન્મજયંતી પર રચાશે ઇતિહાસ, આ વ્યક્તિ 147 મૂર્તિ ગામડાઓમાં આપશે

ગોપાલભાઇએ 147 મૂર્તિઓ તૈયાર કરાવડાવી છે જે 31 ઓક્ટોબરે તમામ ગામડે પહોંચી જશે

ગોપાલભાઇ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની 147 મૂર્તિઓ તૈયાર કરાવવામાં આવી છે. આ તમામ મૂર્તિઓ અમરેલીના ચમારડી, બાબરા તાલુકા સહિત 147 ગામમાં અનાવરણ કરવામાં આવશે. 

    Abhishek Gondaliya. Amreli. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના વતની અને ભામાશા કહેવાતા ગોપાલભાઈ વસ્થાપર દ્વારા એક અનોખો સંકલ્પ લેવામાં આવ્યો છે. તેમની સરદાર વલ્લભભાઇ પટેલ વિશેની લાગણીઓ અને અનોખી વિચારધારા ને લઈને તેઓ દ્વારા એક સંકલ્પ કરવામાં આવ્યો હતો છે કે અમરેલી જિલ્લાના 147 ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવામાં આવે અને આ પ્રતિમાનું 147 મી જન્મ જયંતી નિમિત્તે તમામ ગામમાં એક સાથે અનાવરણ કરવામાં આવે. આ અંગે તમામ તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. અને આગામી 31 ઓક્ટોબર સુધીમાં તમામ મૂર્તિઓ ગામડે ગામડે પહોંચી પણ જશે.

    પ્રાપ્ત વિગત મુજબ ગોપાલભાઇ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની 147 મૂર્તિઓ તૈયાર કરાવવામાં આવી છે. આ તમામ મૂર્તિઓ હાલ રાધે ફાર્મ ખાતે રાખવામાં આવી છે. આ તમામ મૂર્તિઓ અમરેલીના ચમારડી, બાબરા તાલુકા સહિત 147 ગામમાં અનાવરણ કરવામાં આવશે.



    તમામ પ્રતિમાઓ ગ્રામીણ વિસ્તારના સરપંચો દ્વારા પોતાના ગામ ખાતે લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  ગોપાલભાઈએ જણાવ્યું હતું કે તેમના 58 વર્ષ પૂર્ણ થતા વિચાર આવ્યો કે સરદાર વલ્લભભાઈ પટેલની 58 પ્રતિમા તૈયાર કરી અને ગ્રામીણ વિસ્તારની અનાવરણ કરવું.



    આ વર્ષે 147મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી હોય જે અનુસંધાને તેઓએ નિર્ણય કર્યો કે હવે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147 મૂર્તિઓ ગ્રામીણ વિસ્તારમાં મૂકીશ, ગોપાલભાઇ દ્વારા આપવામાં આવેલી આ મૂર્તિઓની સ્થાપના ગામડામાં વિવિધ વિસ્તારો, સ્કૂલ સહિતની જગ્યાએ અનાવરણ કરવામાં આવશે.
    First published: