રામકથાના ઉદ્ઘાટક તરીકે ગુજરાતના રાજ્યપાલ ઉપસ્થિત રહેશે
અમરેલી જિલ્લાના લાઠીમાં પૂજ્ય મોરારીબાપુની રામકથા યોજાશે. કથાને લઈ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. રામકથા દરમિયાન સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આસપાસના ગામડાની 76 દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે.
Abhishek Gondaliya. Amreli.લાઠી શહેરમાં પ્રથમ વખત રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથાકાર મોરારીબાપુ વ્યાસપીઠેથી કથાનું રસપાન કરાવશે.રામકથામાં સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન યોજાશે. જેમાં 76 યુવતીઓ પ્રભુતામાં પગલા પાડશે. લાઠી શહેરમાં યોજાનાર કથાના મુખ્ય યજમાન શિવમ જવેલર્સના ઉદ્યોગપતિ દુલાશંકર અને ઘનશ્યામભાઈ શંકર છે અને તેમના અધ્યક્ષ સ્થાને રામકથા યોજવાની છે.જેમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન પણ યોજવાના છે
લાઠી શહેરને સેવાભાવી શહેર તરીકે ઓળખવામાં આવે છે. લાઠી શહેરના ઉદ્યોગપતિઓ દ્વારા અવારનવાર લોકો ઉપયોગી કર્યો કરવામાં આવે છે.લાઠી શહેરમાં આગામી સમયમાં પૂજ્ય મોરારીબાપુની રામકથા યોજાશે. કથા દરમિયાન સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 76 યુવતીઓ પ્રભુતામાં પગલા પાડશે.આજુબાજુ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારની દીકરીઓનું અહીંથી કન્યાદાન કરવામાં આવશે.
રાજ્યપાલ,મુખ્યમંત્રી સહિતના હાજર રહેશે
વિશ્વ વંદનીય કથાકાર મોરારીબાપુના સ્વર કંઠે યોજનારી રામકથામાં ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને લાઠીના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા, મનજીભાઈ ધોળકિયા, અન્ય ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે અને નવદંપતીને આશીર્વાદ આપશે.અહીં વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં કલાકારો ઉપસ્થિત રહેશે. હાસ્ય કલાકાર માયાભાઈ આહીર,કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના લોક સાહિત્યકાર ઉપસ્થિત રહેશે.
લાઠી શહેર પાસે હાલ રામકથાને લઇ તૈયારી ચાલી રહી છે. અહીં મંડપ અને ભોજન પ્રસાદની વ્યવસ્થા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. અહીં મોટો ડોમ તૈયાર કરવામાં આવશે.અહીં બપોરના સમયે ભોજન પેરસવામાં આવશે.તેની યારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે.અહીં વિદેશથી તેમજ બહારથી આવતા મહેમાનો માટે રહેવા માટેની સુવિધાઓ કથાના યજમાન દ્વારા કરવામાં આવી છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર