Home /News /amreli /Amreli: આ ગુજરાતનું જોશીમઠ, મિતિયાળામાં નવ મહિનાથી ભૂકંપનાં આંચકા, લોકો ભયભીત

Amreli: આ ગુજરાતનું જોશીમઠ, મિતિયાળામાં નવ મહિનાથી ભૂકંપનાં આંચકા, લોકો ભયભીત

X
ભૂકંપ

ભૂકંપ ના ડર થી લોકો સુવે છે ઘર બહાર 

હાલ જોશીમઠ ચર્ચામાં છે. અહીં લોકો હિજરત કરી રહ્યાં છે. આવું જ સ્થિતી સાવરકુંડલાનાં મિતિયાળાની છે. ગામમાં છેલ્લા નવ મહિનાથી સતત ભૂકંપનાં આંચકા આવી રહ્યાં છે. ડુંગરો વચ્ચે મિતિયાળા ગામ આવેલું છે.

Abhishek Gondaliya, Amreli: સાવરકુંડલાનું મિતિયાળા ગામ બીજુ જોશીમઠ બન્યું છે. ડુંગરોની વચ્ચે આવેલા મિતિયાળા ગામમાં છેલ્લા નવ મહિનાથી સતત ભૂકંપનાં આંચકા આવી રહ્યાં છે. જેની સીધી અસર જનજીવન પર પડી રહી છે. લોકો ભયનાં ઓથા હેઠળ જીવી રહ્યાં છે. તેમજ લોકો ઘરની બહાર સુવા મજબુર બન્યાં છે.

મિતિયાળા ગામમાં 200 કાચા મકાન

સાવરકુંડલાથી 23 કિમી દૂર મિતિયાળા ગામ આવેલું છે. ગામનાં 1500ની વસ્તી છે. ગામમાં 100 પાકા મકાન છે અને 200 કાચા મકાન છે. તેમજ ગામની આસપાસ ડુંગરો આવેલા છે. ગામમાં સતત ભૂકંપ આવી રહ્યાં છે.

છેલ્લા 36 કલાકમાં 4 ભૂકંપનાં આંચકા આવ્યાં

સાવરકુંડલાના મિતિયાળા ગામમાં નવ માસથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ભૂકંપના આંચકાથી લોકોમાં ભય ફેલાયો છે.સતત આંચકા આવવાને લઈને જાહેર જીવન ઉપર અસર વર્તાઈ રહી છે.  ગત રાત્રીનાં ભૂંકપનાં ૩ આંચકા આવી ગયા છે. તેમજ છેલ્લા 36 કલાકમાં 4 ભૂકપનાં આંચકા આવ્યાં છે. મિતિયાળા ગામની આસપાસનાં ત્રણ ગામમાં આંચકા આવી રહ્યાં છે.

સિસ્મોમોલોજી વિભાગની ટીમે બે વખત મુલાકાત લીધી

મીતીયાળા ગામમાં છેલ્લા નવ મહિનાથી અવારનવાર ભૂકંપના હળવા અંચકા આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં ફાફડાટ છે. અગાઉ અહીં સિસ્મોમોલોજી વિભાગની ટીમ એ બે વખત મુલાકાત પણ લીધી હતી. સિસ્મોલોજી વિભાગની ટીમે લોકોને ભૂકંપથી નહીં ગભરાવવા અને મોટો ભૂકંપ આવવાની શક્યતા બહુ ઓછી હોવાનું જણાવ્યું હતું.

લોકો ઘરની બહાર સુવા મજબૂર બન્યાં

સતત ભૂકંપનાં આચકા આવતા હોય ગામનાં લોકોમાં ભયનો માહોલ છે. તેમજ ગામનાં લોકો રાત્રીનાં ઘરની બહાર સુવા મજબૂર બન્યાં છે. શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો બહાર સુતા હતાં. તેમજ ગામમાં વન્ય પ્રાણીનો ભય રહે છે.
First published:

Tags: Amreli News, Earthquakes, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો