Home /News /amreli /Amreli: આ ખેડૂતે ભૂરિયાઓને લગાડ્યું છે કેરીનું ઘેલું, લંડન, કોરિયા સહિતના દેશોમાં કરે છે નિકાસ

Amreli: આ ખેડૂતે ભૂરિયાઓને લગાડ્યું છે કેરીનું ઘેલું, લંડન, કોરિયા સહિતના દેશોમાં કરે છે નિકાસ

ભમોદરા ગામ નજીક આ 135 વિશાળ જમીનનું ફાર્મ હાઉસ આવેલું છે જેમાં મધુભાઈ સવાણી દ્વારા આ તમામ પ્રકારની કેરીને સર્ટિફાઇડ અને ગ્રેડેશન કરી અને તમામ કેરી વિદેશમાં નિકાસ કરી લાખો રૂપિયાની કમાણી કરે છે

એક શિક્ષક જે નિવૃત્ત થયા બાદ ખેતી કરી આજે ડોલરોમાં કમાણી કરી રહ્યાં છે, આ કેરી તેઓ લંડન, કોરિયા સહિતના દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યાં છે.

    Abhishek Gondaliya Amreli: ફળોની વાત આવે એટલે ગુજરાતીઓના મનમાં એક વખત કેરીનો વિચાર તો જરૂર આવે છે. ગુજરાતીઓ કેરીની સીઝનની આતૂરતાથી રાહ જોતા હોય છે.ગુજરાતમાં ગીર સોમનાથ, કચ્છ, અમરેલીમાં મોટા પ્રમાણમાં કેરીનો પાક થાય છે. ફળોના રાજા કેરીની ખેતી કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને સારી એવી આવક થાય છે. આવા જ એક ખેડૂત અમરેલીના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામમાં રહે છે. આ ખેડૂત 135 વિઘા જમીનમાં વિવિધ ફળોનું વાવેતર કરે છે. એટલું જ નહીં આ ખેડૂત યુકે, લંડન, સાઉથ કોરિયા સહિતના દેશમાં ફ્રૂટ્સનું નિકાસ પણ કરે છે. આ ખેડૂતે મોકલેલી કેરી ભૂરિયાઓને દાઢે વળગી છે. ત્યારે આવો આ ખેડૂત પાસેથી વિગતે માહિતી મેળવીશે...

    પુત્રો અમેરિકામાં કરે છે વ્યવસાય

    સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામના ખેડૂત મધુભાઈ સવાણી છેલ્લા કેટલાક વર્ષથી બાગાયત ખેતી કરી રહ્યાં છે. 72 વર્ષિય મધુભાઇ પાસે 135 વિઘા જમીન છે. આટલી મોટી જમીન હોવાને કારણે તેમાં ક્યાં પાક વાવવા અને ક્યાં  નહીં તેનો વિચાર કરવો પડે, પરંતુ મઘુભાઇ આ જમીન પર આંબા, લીંબુડી, કેળા સહિતના ફ્રૂટ્સનું વાવેતર કરે છે. જેમાં સૌથી વધુ ઉત્પાદન કેરીનું થાય છે. આ ખેડૂતે પોતાના પોતાના ત્રણ પુત્રોને ભણાવી ગણાવી વિદેશ મોકલ્યા છે. આજે તેઓ પણ વિદેશમાં સારોએવો વ્યવસાય કરી રહ્યા છે.

    કેરીનુું વિદેશમાં કરે છે નિકાસ

    મધુભાઇએ જાતે પોતાના ફાર્મહાઉસ છે. એટલું જ નહીં આસપાસના ખેડૂતોને જરૂર પડે ત્યારે તેઓ હંમેશા પડખે ઉભા રહ્યાં છે અને બંધ પાળો સિંચાઇ યોજના અંતર્ગત ચેકડેમ બંધાવ્યો છે, મઘુભાઇ શિક્ષક હતા જેવો હીરાણા ગામ ખાતે ફરજ પણ બનાવી હતી અને ફરજ માંથી જેવો નિવૃત્ત થતા જ પોતાના ખેતીના શોખને પુરો કરવા એક ફાર્મહાઉસ તૈયાર કરી તેમાં બાગાયત ખેતી કરી રહ્યાં છે. મધુભાઈ સવાણી આજથી 40 વર્ષ પૂર્વે ખૂબ જ ગરીબ પરિસ્થિતિની અંદર રહી અને કામ કરેલું હતું જેવો દ્વારા પોતાના ત્રણ પુત્રને અભ્યાસ કરાવ્યા બાદ વિદેશ વ્યવસાય અર્થે મોકલવામાં આવ્યા હતા અને આખરે મધુભાઈ સવાણી દ્વારા ભમોદરા ગામ ખાતે 135 વીઘા જમીન ની અંદર કેરીનું વાવેતર કરવામાં આવ્યું હતું.

    મધુભાઇના આ 135 વિઘાના ફાર્મ હાઉસમાં ગુજરાત તેમજ બહારની તમામ પ્રકારની પ્રજાતિ નું અ વાવેતર કરી અને ઉત્પાદન મેળવવામાં આવી રહ્યું છે આ ફાર્મ હાઉસ ની અંદરથી 10 થી 12 હજાર મણ કેરીનું પ્રતિ વર્ષે ઉત્પાદન લેવામાં આવે છે અને તમામ કેરી બહાર વિદેશમાં મોકલવામાં આવી રહી છે . કેરીની જાતની વાત કરીએ તો દૂધ પેંડો ,સુવર્ણ રેખા ,આદિત્ય ,નામદેવ માયા, રત્ના પાપડી , જગદંબા ,સોનપટી , લંગડો , જમાદાર ,વનરાજ ,વન લક્ષ્મી ,અંબિકા સહિતની તમામ પ્રકારની જાતનું વાવેતર કરી અને ઉત્પાદન મેળવવામાં આવી રહ્યું છે.

    પ્રતિ ત્રણ કિલોના બોક્સના  20 થી 25 ડોલરના ભાવ સુધી કેરી નું વિદેશમાં વેચાણ થાય છે

    ભમોદરા ગામ નજીક આ 135 વિશાળ જમીનનું ફાર્મ હાઉસ આવેલું છે જેમાં મધુભાઈ સવાણી દ્વારા આ તમામ પ્રકારની કેરીને સર્ટિફાઇડ અને ગ્રેડેશન કરી અને તમામ કેરી વિદેશમાં નિકાસ કરી લાખો રૂપિયાની કમાણી કરી અને આ લાખો રૂપિયા સામાજિક કામની અંદર વાપરવામાં આવે છે. સાથે જ આ ફાર્મ હાઉસ ની અંદર 50 જેટલા મજૂરોને દરરોજની રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. ફાર્મ હાઉસમાં કોલ સ્ટોરેજ ગ્રેડેશન ની પ્રક્રિયા માટેના ગોડાઉન પણ બનાવવામાં આવ્યા છે . અહીં ફાર્મ હાઉસની અંદર કેરીના આંબાની વિવિધ પ્રજાતિ માટે નર્સરી પણ બનાવવામાં આવી છે. અહીં તમામ પ્રકારની પ્રજાતિ ના આંબા ની કલમ તૈયાર કરવામાં આવે છે અને કલમ બહાર પણ વેચાણ અર્થે મોકલવામાં આવી રહી છે
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन