Home /News /amreli /Amreli: Mahuva-Surat Express Train હવે દામનગર સ્ટેશને સપ્તાહમાં 5 દિવસ ઉભી રહેશે, જાણો સમય

Amreli: Mahuva-Surat Express Train હવે દામનગર સ્ટેશને સપ્તાહમાં 5 દિવસ ઉભી રહેશે, જાણો સમય

મહુવા સુરત અને સુરત મહુવા ટ્રેઈન હવે દામનગર માં 1 મિનિટ નો હોલ્ડ કરશે 

અમરેલી જિલ્લાનાં લોકો મોટી સંખ્યામાં સુરત રહેશે. ત્યારે મહુવાથી સુરત ટ્રેનને દામનગર સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવ્યો છે. જેના કારણે ગ્રામ વિસ્તારનાં લોકોને સુરત થવા માટે અનુકુળતા રહેશે. આ ટ્રેન સપ્તાહનાં પાંચ દિવસ મળશે.

Abhishek Gondaliya, Amreli: મહુવા- સુરત ટ્રેન દામનગર ઉભી રહેશે. દામનગરના ગ્રામીણ વિસ્તારના લોકોને ટ્રેન સ્ટોપ મળતા લાભ મળશે. દામનગર સ્ટેશનમાં ચાલુ દિવસમાં ધોળા- મહુવા અને ભાવનગર - મહુવા ટ્રેનમાં લોકો મુસાફરી કરે છે. સુરત- મહુવા ટ્રેનને સ્ટોપ મળતા લોકોને સુરત સુધી ટ્રેનનો લાભ મળશે.

પ્રાયોગિક ધોરણે છ મહિના માટે સ્ટોપ


રેલવે મંત્રાલય દ્વારા મહુવા-સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેન (20956/20955) ને પશ્ચિમ રેલવે, ભાવનગર ડિવિઝનના દામનગર સ્ટેશન પર પ્રાયોગિક ધોરણે 6 મહિના માટે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. અમરેલીના; સાંસદ નારણભાઈ કાછડિયા 27 જાન્યુઆરીનાં રોજ દામનગર રેલ્વે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને હોલ્ટનું ઉદ્ઘાટન કરશે.


મહુવાથી સુરત ટ્રેન દામનગરમાં આટલા વાગયે આવશે


ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું હતું કે, દામનગર રેલ્વે સ્ટેશન પર મહુવાથી સુરત જતી ટ્રેન નંબર 20956 મહુવા-સુરત એક્સપ્રેસનો આગમન અને પ્રસ્થાનનો સમય અનુક્રમે 20.59 અને 21.00 કલાકનો રહેશે.આ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે દામનગર સ્ટેશન પર ઉભી રહેશે.


સુરતથી મહુવા ટ્રેન દામનગરમાં આટલા વાગ્યે આવશે


દામનગર રેલ્વે સ્ટેશન પર સુરતથી મહુવા જતી ટ્રેન નંબર 20955 સુરત-મહુવા એક્સપ્રેસનો આગમન અને પ્રસ્થાનનો સમય અનુક્રમે 07.10 અને 07.11 કલાકનો રહેશે.

આ ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ મંગળવાર, બુધવાર, શુક્રવાર, રવિવાર અને સોમવારે દામનગર સ્ટેશન પર ઉભી રહેશે.
First published:

Tags: Amreli News, Indian railways, Local 18, Time Table of Train

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો