Home /News /amreli /Amreli: રાજુલાના યુવકે બનાવ્યો બોરવેલ રોબોર્ટ, બોરમાં ફસાયેલા બાળકને સરળતાથી કાઢી શકાશે બહાર

Amreli: રાજુલાના યુવકે બનાવ્યો બોરવેલ રોબોર્ટ, બોરમાં ફસાયેલા બાળકને સરળતાથી કાઢી શકાશે બહાર

મહેશ આહિરે બનાવેલા ઇનવેશનલ બોરવેલ રોબોટએ કરેલ કામગીરીથી છત્તીસગઢ સરકાર ખુશ ખુશાલ

આજે દેશના યુવાનોએ પણ અનેક સ્વદેશી ટેક્નોલોજી વિક્સાવી છે જેનો ઉપયોગ સ્થાનિક કક્ષાએ કરી શકાય છે. આવી જ એક મહત્વની ટેક્નોલોજી  અમરેલી જિલ્લાના રાજુલાના યુવકે તૈયાર કરી છે.

    Abhishek Gondaliya.Amreli:  આજે દેશના યુવાનોએ પણ અનેક સ્વદેશી ટેક્નોલોજી વિક્સાવી છે જેનો ઉપયોગ સ્થાનિક કક્ષાએ કરી શકાય છે. આવી જ એક મહત્વની ટેક્નોલોજી  અમરેલી જિલ્લાના રાજુલાના યુવકે તૈયાર કરી છે. આ ટેક્નોલોજીમાં યુવકે બોરવેલ રોબોટ બનાવ્યો છે. જે ખુબ જ કામ આવી રહ્યો છે. આસપાસના ગામના લોકો આ બોરવેલ રોબોટનો ઉપયોગ પણ કરવા લાગ્યા છે. એટલું જ નહીં છત્તીસગઢ રાજ્યમાં બોરમાં ફસાયેલા બાળકને બચાવવા માટે રાજુલાથી આ યુવકને બોલાવવામાં આવ્યો હતો અને તેના રોબોટની મદદથી એક બાળકનો જીવ બચાવવામાં સફળતા પણ મળી હતી, ત્યારે કેવો છે આ બોરવેલ રોબોટ અને કેવી રીતે તે મદદરૂપ થઇ શકે છે, આવો વિગતે જાણીએ..

    રાજુલાના મહેશ આહિરે હાથ બનાવટથી એવો રોબોટ વિકસાવ્યો છે કે જેની જરૂર આપણા ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યોને પણ નોંધ લેવી પડી હતી ને એ રોબોટ કાર્ય કરે છે જે બોરવેલમાં ફસાયેલા કોઈપણ બાળકને આસાનીથી રોબોટની મદદ વડે બહાર કાઢી શકે છે. છત્તીસગઢના જાજગીર ખાતે બોરવેલમાં એક બાળક ગરકાવ થઈ જતા છત્તીસગઢ પ્રશાસન દ્વારા ગુજરાત રાજ્યના પ્રશાસનની મદદ માંગી અને રાજુલાના મહેશ આહિરે વિકસાવેલ ઇનવેશનલ બોરવેલ રોબોટની મદદ માંગી હતી ને રાજ્યની સરકાર દ્વારા મહેશ આહીરનો સંપર્ક કરીને ત્વરિત તેને છત્તીસગઢ મોકલવામાં આવ્યો હતો.

    મહેશ આહિરે પહોંચી ને 100 ફૂટ ઉંડા બોરવેલ માં ગરકાવ થયેલા રાહુલ ને બચાવવા નું રેસ્ક્યુ ઓરેશન મહેશ આહીર ના રોબોટથી શરૂ થયેલ હતું ને બોરવેલ માં બાળક રાહુલ સહીસલામત જોવા મળ્યો હતો પણ કલાકો વીતવા છતાં રાહુલ ને બહાર કાઢવામાં મુશ્કેલીઓ પડતી હતી કેમ કે જયાં ઊંડે ઊંડે રાહુલ સહી સલામત તો હતો તેને જમવાનું,પાણી રોબોટ વડે મોકલવામાં આવ્યું અને રાહુલ ની સાથે ઊંડા બોરવેલમાં અન્ય જીવ પણ રોબોટના મોબાઈલ કનેક્શનમાં જોવા મળતા ત્વરિત તંત્ર દ્વારા મુખ્યમંત્રી ને જાણ કરવામાં આવી હતી ને મુખ્યમંત્રી દ્વારા પ્રથમ બાળક રાહુલની નજીક જ એક ઝેરી સાપ નજરે ચડતા રાહુલ ને જો રોબોટ વડે બહાર કાઢવામાં આવે તો સાપ રાહુલને દંશ મારી દે તો રાહુલની જિંદગી જોખમમાં જણાતા રોબોટ વડે પહેલા સાપ ને રાહુલથી થોડો દૂર લઈને સાપ થોડા ફૂટ ઉપર લઈ લીધો હતો જેનાથી રાહુલ બચી જાય બાદ બાજુમાં ખાડો કરી ને રેસ્ક્યુ ઓપરેશન કરીને 100 કલાકની જહેમત બાદ રાહુલને બહાર કાઢવામાં છત્તીસગઢ પ્રશાસનને સફળતા મળી હતી.

    રાહુલ ને બચાવવામાં મહેશ આહિરે બનાવેલા ઇનવેશનલ બોરવેલ રોબોટએ કરેલી કામગીરીથી છત્તીસગઢ સરકાર ખુશ ખુશાલ થયેલ હતી ને ગરવી ગુજરાતનું ગૌરવ મહેશ આહીરનો પીઠ થાબડી હતી ત્યારે રાહુલ નો જીવ બચાવી આજે મહેશ આહીર રાજુલા પરત ફર્યા હતા ને રેસ્ક્યુ ઓપરેશન અંગે મહેશ આહિરે જણાવ્યું હતું.છત્તીસગઢ રાજ્યમાં જઈને રાહુલ ના જીવને બચાવનાર મહેશ આહીર રાજુલાનું ગૌરવ હોય ત્યારે અગાઉ મહેશ આહીર રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર ને મળીને વિકસાવેલ રોબોટથી માહિતગાર કરેલા હતા ત્યારે અંબરીશ ડેર દ્વારા આવા ટેલેન્ટેડ યુવાન ને બિરદાવ્યો હતો.

    દેશનું નામ રોશન કરનાર મહેશ આહીર ને રાજ્યની સરકાર દ્વારા સન્માનિત કરવાની માંગ અંબરીશ ડેરે કરી હતી સાથે મહેશ આહીરે વિક્સાવેલા બોરવેલ રોબોટના કૌશલ્યને આગળ લઈ જવા સરકાર યોગ્ય સહકાર આપવાની સરકારને રજુઆત કરી છે.  હાલ જેઓ દ્વારા એક ફોરવિલ કાર માં આ રોબોટિક સિસ્ટમ બનાવવા માં આવી રહી છે .મહેશભાઈ દ્વારા અને ત્યાર બાદ મહેશભાઈ આ સિસ્ટમ ભારત સરકાર ને સમર્પિત કરવા માં આવશે જેઓ દ્વારા દેશ માટે માટે આ એક અલગ સિસ્ટમ હશે જેથી સહેલાઇ થી વધુ સમય ઓક્સિજન અને લાઈટ થી આ રોબોટ ઓપરેટ કરી શકાશે સાથે તેઓ એન્જીનીયર નો અભ્યાસ કરી ચૂકેલો હોવાથી સિસ્ટમ સંપૂર્ણ મોબાઈલ ફોન દ્વારા ઓપરેટ કરી શકાશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Rajula, અમરેલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन