અમરેલીઃ ધારીનાં આંબરડી નજીક એક સિંહણે બળદનો શિકાર કર્યાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આંબરડી પુલ નજીક વહેલી સવારે એક સિંહણ આવી ચડી હતી. ત્યારે તેણે મારણ કર્યું હતું.
સોમવારે સવારે આંબરડી પુલ નજીક એક સિંહણ નજીકમાં પસાર થઈ રહેલા બળદ પર તૂટી પડી હતી. સિંહણને મારણ કરતી જોઈને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ થંભી ગયા હતા. લોકોએ સિંહનું લાઇવ મારણ જોયું હતું. આ અંગોની વીડિયો પણ લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. નજર સામે જ સિંહણ શિકાર કરતી હોય તેવા દ્રશ્યો જોઈને બેઘડી લોકોના ધબકારા વધી ગયા હતા તો લોકોએ લાઇવ મારણ જોયાનો આનંદ પણ લીધો હતો.
આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શિકાર સ્થળે મોટી સંખ્યામાં લોકો હાજર છે. લોકો સિંહણને ભગાડવા માટે હાંકડા અને પડકારા પણ કરી રહ્યા છે. જોકે, સિંહણ પોતાના શિકારને છોડતી નથી.
ગીરના જંગલમાં ચાલતા ગેરકાયદે લાયન શોનો એક વીડિયો તાજેતરમાં જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક વ્યક્તિ ખુરશી પર બેસીને એક સિંહણને મરઘીની લાલચ આપીને પજવણી રહ્યો છે. વ્યક્તિ વારેવારે સિંહણ તરફ મરઘીને ફેંકીને તેની લાળ ટપકાવી રહ્યો છે. આ દરમિયાન અહીં બીજા લોકો પણ હાજર હોય છે.