Home /News /amreli /Amrel: સીમમાં સિંહણ પડી પાછળ, પછી બાઇક ચાલકની જુઓ કેવી હાલત થઇ!

Amrel: સીમમાં સિંહણ પડી પાછળ, પછી બાઇક ચાલકની જુઓ કેવી હાલત થઇ!

સિંહણ થોડી દુર હટતા ઘાયલ યુવાન બચવા માટે ઝાડ પર ચડી ગયો.

સાવરકુંડલાની સીમમા એક સિંહણે ત્રણ બચ્ચા સાથે કાયમી ધામા નાખ્યા છે. આ સિંહણની હડફેટે એક બાઇક ચાલક આવી ગયો હતો. જો કે .યુવક પોતાનો જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યો હતો.

    Abhishek Gondaliya.Amreli. ગીર, જૂનાગઢ અને અમરેલી પંથકમાં વન્ય પ્રાણીઓની વસવાટ જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતની ઓળખ એવા સિંહોનું પ્રમાણ વધુ જોવા મળે છે. જો કે ઘણીવાર વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં દોડી આવતાં હોય છે અને મનુષ્યો સાથે બાથ ભીડી લેતા હોય છે. આવી જ એક ઘટના અમરેલીના સાવરકુંડલાની સીમમાં સામે આવી છે. જેમાં એક સિંહણ બાઇક પાછળ પડી હતી અને ચાલકને ઘાયલ કર્યો હતો. સાવરકુંડલાની સીમમાં સિંહણ બાઈક પાછળ દોડી બાઇક ચાલકને પછાડી દઇ ઘાયલ કર્યો. સિંહણ થોડી દુર હટતા ઘાયલ યુવાન બચવા માટે ઝાડ પર ચડી ગયો. અચાનક બાઈક પર પસાર થઈ રહેલા યુવક ઉપર સિંહણ દ્વારા હુમલો કર્યો હતો જેથી યુવકે સિંહણને જોતા જ  બૂમાબૂમ કરી હતી અને હાકલા પડકારા કરતા સિંહણ થોડી દુર હટતા ઘાયલ યુવાન બચવા માટે દોડીને ઝાડ પર ચડી ગયો હતો .

    સાવરકુંડલાની સીમમા એક સિંહણે ત્રણ બચ્ચા સાથે કાયમી ધામા નાખ્યા છે .

    સાવરકુંડલાના કનુભાઇ જસાભાઇ દેવીપુજક પોતાનુ બાઇક લઇ તેના ભાઇને વાડીએ ભાત દેવા જતા હતા ત્યારે સિંહણે સામે ચાલીને બાઇક તરફ દોટ મુકી હતી અને પંજો મારી બાઇક પછાડી દીધુ હતુ . ત્યારબાદ સિંહણે કનુભાઇ પર હુમલો કરી દીધો હતો અને તેમનો પગ જડબામા દબાવી દેતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. આ યુવાને હાકલા પડકારા કરતા સિંહણ થોડી દુર હટી હતી સિંહણ પાછી હટતા જ કનુભાઇ ઘાયલ અવસ્થામા પણ લીમડાના ઝાડ પર ચડી ગયા હતા .

    સિંહણ ચાલ્યા ગયા બાદ યુવક ઝાડ પરથી નીચે ઉતરી સારવાર માટે સાવરકુંડલા હોસ્પિટલે પહોંચ્યો હતો. આ વિસ્તારમાં બચ્ચાવાળી સિંહણની હાજરીના કારણે લોકોમા ફફડાટ વ્યાપી ગયો છે સાવરકુંડલા પંથકમા સાવજોના હુમલાની ઘટના વધી છે . અગાઉ ઘનશ્યામનગરમા ત્રણ વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો હતો. તેનાથી થોડે દુર આવેલા વાવડીમા ૧૩ વર્ષીય કિશોરને પણ ફાડી ખાધો હતો . ત્યારે હવે તદન સાવરકુંડલા નજીક બચ્ચાવાળી જોખમી સિંહણ રહેતી હોવા છતા તંત્ર દ્વારા તેને દુર ખસેડવા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી .
    First published:

    Tags: Lion Attack, Local 18, અમરેલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन