Home /News /amreli /Lion Attack in Amreli: રાજુલાના વાવડી ગામની સીમમાં સિંહણે કિશોરને ફાડી ખાધો, મૃતદેહ છોડતી ન હોવાથી JCB બોલાવી

Lion Attack in Amreli: રાજુલાના વાવડી ગામની સીમમાં સિંહણે કિશોરને ફાડી ખાધો, મૃતદેહ છોડતી ન હોવાથી JCB બોલાવી

તસવીર - અવઘેશ મહેતા

Lion Attack in Amreli: અમરેલીના રાજુલા તાલુકાના વાવડી ગામના સીમ વિસ્તારમાં સિંહે 15 વર્ષીય કિશોરનો શિકાર કર્યો છે. ત્યારે સિંહણ કિશોરનો મૃતદેહ છોડતી ન હોવાથી સ્પેશિયલ જેસીબી બોલાવવી પડી હતી. ત્યારબાદ મૃતદેહ સિંહણના મોઢામાંથી છોડાવ્યો હતો.

વધુ જુઓ ...
    અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકાના વાવડી ગામના સીમ વિસ્તારમાં સિંહે કિશોરનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાની જાણ થતા જ રાજુલા વનવિભાગના RFO સહિત પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

    જેસીબીની મદદથી મૃતદેહ છોડાવ્યો


    મળતી માહિતી પ્રમાણે, વાવડી ગામની સીમમાં પરપ્રાંતિય 15 વર્ષીય કિશોરનો સિંહણે શિકાર કર્યો છે. ત્યારે કિશોરનું નામ રાહુલ જાણવા મળ્યું છે. આ ઘટાનાની જાણ થતા જ વનવિભાગની ટીમ સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે પ્રયત્ન કરવા છતાં સિંહણ કિશોરનો મૃતદેહ મોંમાંથી છોડતી નહોતી. તે અન્ય લોકો પર પણ હુમલો કરવા માટે દોડતી હતી. તેને લઈને તંત્રએ સ્પેશિયલ જેસીબી મંગાવી અને તેની મદદથી મૃતદેહને સિંહણના મોઢામાંથી છોડાવ્યો હતો.

    આ પણ વાંચોઃ સિંહોની ભવનાથમાં લટાર, બે સિંહબાળ-બે સિંહણ થઇ કેમેરામાં કેદ

    અડધો કલાક સિંહણે મૃતદેહ મોઢામાં રાખ્યો


    ઉલ્લેખનીય છે કે, સિંહણે કિશોરનો શિકાર કર્યા બાદ અડધો કલાક સુધી મૃતદેહ છોડ્યો નહોતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે વનવિભાગે પણ પાંજરા ગોઠવીને સિંહણને પકડવા માટે કવાયત હાથ ધરી છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Amreli News, Amreli police, Lion Attack

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन