વનરાજાની લટાર મારતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
અમરેલી જિલ્લાનાં ગામડા સુધી સિંહ પહોચી ગયા છે. સિંહનાં વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હવે સિંહ દરિયા કિનારે પહોચી ગયા છે. નવાબંદર પાસે ખાડીમાં સિંહ લટાર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો થયો છે. સિંહની લટાર હવે જિલ્લામાં સામાન્ય બની ગઈ છે. જંગલ છોડી વનરાજ હવે ગામડાની શેરીએથી લઇને દરિયા કિનારે પહોચ્યાં છે. નવા બંદર વિસ્તારનો સિંહનો વીડિયો વાયરલ થયો છે.
સિંહ આવી ચઢતા લોકોમાં ભય ફેલાયો
જાફરાબાદ પાસે આવેલા નવાબંદર પાસે આવેલી ખાડીમાં એક સિંહ શિકારની શોધમાં નીકળ્યો હતો. સ્થાનિક વ્યક્તિએ સિંહનો વીડિયો મોબાઇલના કેમેરામાં કેદ કર્યો હતો.નવાબંદર વિસ્તારમાં દરિયાના પટ્ટમાં સિંહ આવી ચઢતા સ્થાનિક વ્યક્તિમાં ભય ફેલાયો છે.
ભૂતકાળામાં અકસ્માતની ઘટનાઓ બની છે
સિંહ જંગલ છોડી અને હવે દરિયાના પટ્ટ સુધી પહોંચ્યા છે. દરિયાના પટ્ટમાં સિંહ આટા મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. દરિયા સુધી સિંહ આવતા પ્રકૃતિ પ્રેમીમાં નિરાશા જોવા મળી છે. રોડ ઉપર અવારનવાર સિંહના વીડિયો વાયરલ થતા હોય છે. અનેક વખત ભૂતકાળમાં સિંહના અકસ્માતો પણ બન્યા છે.
દરિયા કિનારે દિવસે સિંહ જોવા મળ્યો
જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. જાફરાબાદ, ઉના દરિયાકાંઠે ખાડી વિસ્તારમાં દિવસે લટાર મારતા સિંહ જોવા મળ્યો છે. અહીં સિહોને શિકાર નિયમિત નહીં મળતો હોવાને કારણે આમથી તેમ ભટકી રહ્યા છે. દિવસ દરમિયાન સિંહ મોટાભાગે દરિયાકાંઠાના ગામડામાં ફરતા જોવા મળે છે.