ધારી નજીકનાં ગોપાલ ગામ પાંચ સિંહે મારણ કર્યુ હતું. રસ્તા ઉપર જ સિંહે મારણ કરતા વાહન ઉભા રહી ગયા હતાં. તેમજ વાહન ચાલકે આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો તેમજ હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહ આવી ચઢતા હોય છે. ત્યારે આજે એક સાથે પાંચ સિંહ મારણ કર્યું હતું. ધારી પાસેનાં ગોપાલા ગામ નજીક રોડ ઉપર મારણ કર્યું હતું. મારણનો વીડિયો વાયરલ થયો છે.
રસ્તા પર સિંહે મારણ કર્યું વીડિયો વાયરલ થયો ધારી નજીકનાં ગોપાલ ગામ પાસે પાંચ સિંહ મારણ કર્યું હતું. ગામડામાં અચાનક સિંહ આવ્યા હતા અને મારણ કર્યું હતું. રોડ પર 5 સિંહે મારણ કરી મિજબાની માણી હતી.તેમજ અહીંથી પસાર થતા વાહનો થંભી ગયા હતા. વાહન ચાલકે સિંહનો વિડિયો કેમેરામાં કેદ કર્યો હતો.તેમજ હાલ વીડિયો વાયરલ થયો છે.
આંબરડી પાર્ક નજીકનાં ગામડામાં સિંહનો રંજાડ ગોપાલ ગામ સહિતના ગામડા આંબરડી સફારી પાર્ક નજીક આવેલા છે. સિંહ અવારનવાર આવી ચઢે છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પશુપાલકો અને સ્થાનિક વ્યક્તિમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મધ્ય રાત્રે 5 સિંહે મારણ કર્યું હતું.