Home /News /amreli /Amreli: કેવી રીતે બને છે છાણથી અળસિયાનું ખાતર, ખેડૂતોને મબલખ આવક માટે ઉપયોગી છે આ માહિતી

Amreli: કેવી રીતે બને છે છાણથી અળસિયાનું ખાતર, ખેડૂતોને મબલખ આવક માટે ઉપયોગી છે આ માહિતી

વર્મી કમ્પોસ્ટ ખાતર ખેતી માટે ઉત્તમ ગણવા માં આવે છે 

એક અળસિયું 365 દિવસમાં 15 ટન જેટલી જમીન પોતાના શરીરમાંથી પસાર કરે છે સાથે એક અળસિયું 24 કલાકમાં 8 થી 10 વખત જમીન કોતરી બહાર આવે છે એક દિવસમાં સૌથી વીસ ચિત્રો જમીનમાં પાડે છે અળસીયા 0.5હેક્ટર જમીનમાં ચાર લાખ અળસિયા 8 લાખ છિદ્રો પાડે છે

વધુ જુઓ ...
    Abhishek Gondaliya Amreli. લોકશાળા ખડસલી ગાંધીવિચાર ધારા સાથે સંકળાયેલી સંસ્થા છે આ આ સંસ્થામાં વિદ્યાર્થીઓનું અભ્યાસ કાર્ય પણ ચાલે છે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓનું અભ્યાસ કર્યો તેમ જ પશુપાલન આધારિત પશુ ડોક્ટર નો કોર્સ પણ અહીંયા ચાલે છે. આ લોકશાળા ના સંચાલકો સંજયભાઈ ભાવસાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં ગૌશાળા વિશાળ આવેલી છે તમામ ગીર ગાયો અહીં રાખવામાં આવે છે અને જેવો ના છાણ થી અળસિયાના ખાતર બનાવવામાં આવી રહ્યું છે અને આ ખાતર સંસ્થાની આવેલી ખેતીવાડી ની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે સજીવ ખેતી કરવામાં આવે છે ગૌશાળામાં ગીર ગાયોના છાણ નો ઉપયોગ આ અળસિયાના ખાતર બનાવવામાં લેવામાં આવે છે.

    અળસિયો જમીનમાં જીવનારું કીડા વર્ગનું પ્રાણી છે તેની સામાન્ય રીતે 15 સેન્ટિમીટર લંબાઈ હોય છે અળસિયાનો રંગ લાલાશ પડતો હોય છે અળસિયા ની વૃદ્ધિ ઘણી ઝડપથી થાય છે તો અળસિયાના બે ભાગ કરવામાં આવે તો અળસિયું એક ભાગ પૂંછડીનું પુનઃસર્જન કરી શકે છે પણ પાછળનો ભાગ પુનઃસર્જન કરી શકતું નથી. એક અળસિયું 365 દિવસમાં 15 ટન જેટલી જમીન પોતાના શરીરમાંથી પસાર કરે છે સાથે એક અળસિયું 24 કલાકમાં 8 થી 10 વખત જમીન કોતરી બહાર આવે છે એક દિવસમાં સૌથી વીસ ચિત્રો જમીનમાં પાડે છે અળસીયા 0.5હેક્ટર જમીનમાં ચાર લાખ અળસિયા 8 લાખ છિદ્રો પાડે છે

    અળસિયાનું આયુષ્ય વર્ષ 1 થી 10 વર્ષ સુધીનું ધરાવે છે 21 દિવસમાં 1000 હોય તો તે વધીને તેની સંખ્યા 2000 જેટલી થાય છે અળસિયામાં ઈંડા અવસ્થા પુખ્ત અવસ્થા આમ ત્રણ અવસ્થાઓ હોય છે આમ અળસિયું જમીનમાં રહી ઘણા કાર્યો કરે છે આથી જમીનમાં રહેલા સેન્દ્રીય પદાર્થનું પણ પરિવર્તન થાય છે આમ અળસિયા ખેતીમાં ખૂબ જ મદદરૂપ હોવાથી અળસિયા ખેતીમાં કામ કરનાર ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે

    છાંયડા વાળી જગ્યા પસંદ કરવા કરવી

    લોકશાળા ખડસલી ખાતે આ અળસિયાના ખાતર બનાવવાની રીત નો ઉપયોગ કરી અને વર્ષોથી આ અળસિયા નું ખાતર બનાવવામાં આવે છે અને જેનો સંસ્થામાં આવેલી તમામ ખેતીવાડીમાં ખાતર નાખવામાં આવી રહ્યું છે જેવું સંસ્થાના સંચાલક સંજયભાઈ ભાવસાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ખેતીવાડીનો ઘન કચરો ભેગો કરવો અથવા પશુનું છાણ મૂત્ર એકત્ર કરવું..
    3ફૂટ પોહળાને 1.6ફૂટ ઊંચા અને અનુકૂળતા મુજબ લંબાઈ વાળી જગ્યા પસંદ કરી અને બેડ બનાવવો.

    2 બેડ વચ્ચે 1.6 ફૂટ જેટલી જગ્યા રાખવી

    60% કચરો અને 40% છાણ મિશ્ર કરીને પાણી છાંટી ઠંડું કરી બેડ પર પાથરવું..
    150 kg છાણ ને 50 કિલોગ્રામ કચરા માટે 6 × 3 ના બેડ માટે 1 થી 1 કિલોગ્રામ થિ 1.250 kg અળસિયા બેડ માં નાખવા. બેડ ઉપર સવાર બપોર અને સાંજ એમાં દિવસમાં ત્રણથી ચાર વાર પાણીનો છંટકાવ કરવો. અળસિયાના બેડ ઉપર સંપૂર્ણ બેડ છાયડામાં રહે તે મુજબનું આયોજન કરવું અને બેડ છાયડામાં રાખવો..
    ઉપર આપેલી તમામ પ્રક્રિયાઓ કરવાથી દોઢ મહિને અળસિયાનું ખાતર તૈયાર થાય છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन