ખેતી મોંધી થઇ રહી છે. ખાતાર, દવા પાછળ મોટો ખર્ચ થઇ રહ્યો છે. તેમજ મજુરી ખર્ચ પણ વધી રહ્યો છે. ત્યારે ખેડૂતો ગાય આધારીત ખેતી કરે તો ખર્ચમાં ઘટાડો થઇ શકે તેમ છે.
Abhishek Gondaliya, Amreli: અમરેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગાય આધારિત ખેતી માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીનાં ઝરખિયા ગામ ખાતે ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.પી.જે.પ્રજાપતિએ આપી હતી
ડો. પી.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખેતીમાં ઓછા ખર્ચ થાય અને વધુ ઉત્પાદન મળે છે. માટે ગાય આધારિત ખેતી ખૂબ જ જરૂરી છે. ઝીરો બજેટની ખેતી પણ કહી શકાય છે. પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સુધરે તે અંતર્ગત ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્થંભ છે
ગાય આધારિત ખેતીમાં જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃતનો ખુબજ ઉપયોગ કરી અને મિશ્ર ખેતીથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. પાકમાં આવતા રોગ અને જીવાત નિયંત્રણ માટે વનસ્પતિ આધારિત દવાઓ બનાવી અને પદ્ધતિ અનુસાર દવાનો ઉપયોગ કરવાથી નિયંત્રણ કરી શકાય છે. રાસાયણિક ખાતરને બદલે જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરવો જોઇએ.
ઘનજીવામૃત બનાવવાની રીત
200 કિલોગ્રામ સખત તાપમાન સૂકવેલ દેશી ગાયના છાણને 20 લીટર જેવા અમૃત સાથે ફેરવું. 48 કલાક સુધી પાતળું સ્તર કરી ચૂકવવું. બેથી ત્રણ વાર દિવસ દરમિયાન ઉપર નીચે ફેરબદલી કરતા રહેવું અને સુકાઈ જાય ત્યારે ગાંગડાનો ભૂકો કરી એક વર્ષ સુધી આ ઘન જીવામૃત ખેતીમાં ઉપયોગ લઈ શકાય છે.
જમીનમાં અંતિમ ખેડણ પહેલા પ્રતિ હેક્ટરે 200 કિલોગ્રામ અને ફુલ અવસ્થાએ પ્રતિ હેક્ટરે100 કિલોગ્રામ જમીનમાં આપવું. જેથી પાક ઉત્પાદનમાં 100% વધારો નોંધાય છે.