Home /News /amreli /Amreli: ખેડૂતો પાસે આ માહિતી હશે તો મબલખ થશે ઉત્પાદન, આર્થિક સહાય પણ મળશે!

Amreli: ખેડૂતો પાસે આ માહિતી હશે તો મબલખ થશે ઉત્પાદન, આર્થિક સહાય પણ મળશે!

રીતે ખેડૂત આત્મામાં જોડાઈ શકે અને ખેતીમાં નવીનતા લાવી શકે તેની માહિતી

આત્મા પ્રોજેક્ટથી અનેક ખેડૂતો અજાણ છે.આ પ્રોજેક્ટ જોડાવાથી ખેડૂતોને અનેક ફાયદા થાય છે. અમરેલીમાં ખેડૂતોને આત્મા પ્રોજેક્ટ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

  Abhishek Gondaliya. Amreli: એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્માએ જિલ્લા કક્ષાએ કાર્યરત રજીસ્ટજર્ડ સોસાયટી છે. જે જિલ્લાના ટકાઉ કૃષિ વિકાસ માટે જિલ્લાની તમામ કૃષિ સંલગ્ન સંસ્થાઓ (સ્ટેક હોર્લ્ડ્સ)ને આયોજનથી લઇને અમલ સુધીની ક્રિયામાં સામેલ રાખીને કાર્ય કરવા જવાબદાર છે.આ એજન્સીનું મુખ્ય કાર્ય તમામ સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું સંકલન કરવું અને પબ્લીક એગ્રીકલ્ચર ટેકનોલોજી સીસ્ટમની રોજબરોજની વ્યવસ્થાનું વિકેન્દ્રીકરણ કરવાનું છે.

  શિક્ષક ભરત ચૌધરીએ આત્મા પ્રોજેક્ટ વિશે માહિતી આપી જણાવ્યું હતું કે, આત્મા કૃષિ તજજ્ઞતાના પ્રસારની પ્રવૃત્તિઓ હાથ ધરવા તેમજ જિલ્લાના તમામ વિકાસ વિભાગ, સંશોધન સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કૃષિ વિકાસ સાથે સંકળાયેલી સંસ્થાઓ વગેરે સાથે જીવંત જોડાણ સ્થાપિત કરવા જવાબદાર છે.ખેડુત- રસ જુથો (FIGs/CIGs) ની રચના તથા તેમનું સશકિતકરણ કરવામાં આવે છે. આત્‍મા પ્રોજેકટ ડાયરેકટર મારફત રજીસ્‍ટ્રેશન થયા બાદ આ રજીસ્‍ટર્ડ ફાર્મર્સ ગૃપના સભ્‍યો મારફતે જ યોજનાકીય પ્રવૃતિઓ હાથ ધરવાની હોય છે. એક ગ્રુપમાં 11 થી 25 ખેડુતો હોય છે. ગ્રુપ દીઠ રૂપિયા 250 નોંધણી ફી હોય છે. દરેક સભ્‍યદીઠ રૂપિયા 10 ફી લઈને નોંધણી કરાવી શકાય છે.

  જિલ્લામાં, રાજયમાં અને રાજય બહારના પ્રેરણા પ્રવાસનું આયોજન

  ખેડૂતોને કૃષિ વિષયક તાલીમ જિલ્લામાં,રાજયમાં તેમજ રાજય બહાર આપવામાં આવે છે.નિદર્શનકૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા નવા સંશોધનો ફાયદાકારક છે કે કેમ ? તે જાણી શકે તે માટે ખેડુતોના ખેતરમાં જુદા જુદા પાકમાં તેમજ જુદાજુદા વિષયના નિદર્શનો ગોઠવીને ખેડુતોને પ્રત્‍યક્ષ માર્ગદર્શન આપવામાં આવે છે.કિસાન પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. ખેડૂતો નવી ટેકનોલોજી જાણે અને પોતાના ખેતરમાં અપનાવે તે માટે જિલ્લામાં, રાજયમાં અને રાજય બહારના પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.

  ખેડુત શાળા, કૃષિ મેળા,પ્રદર્શનનું આયોજન

  કૃષિ મેળા, પ્રદર્શનનું આયોજનખેડુતો નવી ટેકનોલોજીની અદ્યતન જાણકારી મેળવી શકે તે માટે દરેક જિલ્‍લા અને રાજયકક્ષાએ જુદા જુદા પ્રદર્શન,કૃષિ મેળા યોજીને ખેડુતોને પ્રત્‍યક્ષ બતાવવામાં આવે છે.કિસાન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવે છે. ખેડુત શાળા (Farm School),ખેડુતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ઉતમ રીતે ખેતી કરતાં હોય છે, તે વિસ્‍તારના સરેરાશ ખેડુતો આવા સિઘ્‍ધહસ્‍ત પ્રગતિશીલ ખેડુતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડુતથી-ખેડુત સુધીની તજજ્ઞતા વહનની પ્રક્રિયા માટે આ યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર શાળા (ફાર્મસ્‍કુલ) ની જોગવાઈ છે. જેમાં જે તે પાકના સમયગાળામાં 5થી 6 વખત પ્રગતિશીલ ખેડુતના ખેતરે આવી તાલીમ નિયમિત યોજવામાં આવે છે. જેમાં શિક્ષકો પણ સિઘ્‍ધહસ્‍ત ખેડુતો અને વિદ્યાર્થીઓ પણ ખેડુતો હોય છે.

  ખેડૂતોને એવોર્ડ આપવામાં આવે છે

  બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ ખેડુતોને તેમની સિઘ્‍ધિ બદલ બિરદાવવાની યોજનામાં જોગવાઈ છે. ખેડુતો પોતે પોતાની કોઠાસુઝથી નવી નવી બાબતો અપનાવે અને પોતાની રીતે સારી કામગીરી કરે તેવા ખેડુતોને બેસ્‍ટ આત્‍મા ફામર્સ એવોર્ડ આપવામાં આવે છે. તેમાં તાલુકા કક્ષાએ, જિલ્‍લા કક્ષાએ અને રાજય કક્ષાએ રૂપિયા 10,000 થી 50,000 સુધી એવોર્ડ આપવામાં આવે છે. તેના દર વર્ષે ખેડુત મિત્રો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે અરજીઓ એકત્રીત કરી તેની ચાર તબકકે ચકાસણી કરી અને સિઘ્‍ધહસ્‍ત ખેડુતોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે.ખેડુતોપયોગી કૃષિ સાહિત્‍યનું પ્રકાશન ખેતી વ્‍યવસ્‍થાપનનાં સર્વાંગી વિકાસ માટે ખાનગી ક્ષેત્રોની ભાગીદારી, સહયોગને પ્રોત્‍સાહન આપવું,ખેતી વ્‍યવસાય ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી, યોગદાનને પ્રોત્‍સાહન આપવું, કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રોમાં સધાયેલ વિશિષ્‍ટ સફળતાની સફળ વાર્તાઓ તૈયાર કરી તેનું પ્રકાશન પ્રસાર કરવો વગેરે કાર્ય કરવામાં આવે છે.
  First published:

  Tags: Local 18, અમરેલી, ખેડૂત

  विज्ञापन
  विज्ञापन