Home /News /amreli /Amreli: ખેડૂતો આટલા બધા નારાજ કેમ? વીજ તંત્ર અને સરકાર મો કેમ ફેરવે છે? જાણો ખેડૂતોનું દર્દ

Amreli: ખેડૂતો આટલા બધા નારાજ કેમ? વીજ તંત્ર અને સરકાર મો કેમ ફેરવે છે? જાણો ખેડૂતોનું દર્દ

X
સિંહ

સિંહ દીપડાની ત્રાડો વચ્ચે રાત્રિના સમયે કરવું પડે છે કામ

અમરેલી જિલ્લામાં દિવસની જગ્યાએ રાત્રીનાં વીજ પુરવઠો આપતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ખેડૂતો વન્ય પ્રાણીઓનાં ભય અને કડકડતી ઠંડીમાં રાત્રીનાં ખેતર જવા મજબૂર બન્યાં છે. દિવસે વીજળી આપવા ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

Abhishek Gondaliya, Amreli: ખેડૂતોને દિવસનાં વીજળી મળી રહે તે માટે સરકારે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકી છે. જંગલ વિસ્તારનાં ગામડામાં આ યોજનાનો અમલ કરવાનો હતો. અમરેલી જિલ્લાનાં કેટલાક ગામમાં સૂર્યોદય યોજનાનો અમલ થયો નથી. પરિણામે ખેડૂતોને દિવસે નહી પરંતુ રાત્રીનાં સમયે વીજળી મળી રહી છે. રાત્રીનાં વન્ય પ્રાણીઓનો ભય અને કડકડતી ઠંડીમાં ખેતરમાં પિયત કરવા ખેડૂતો મજબૂર બન્યાં છે. સૂર્યોદય યોજનાનાં અમલ ન થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.


વન્ય પ્રાણીઓનાં ભય વચ્ચે રાત્રે કામ કરવું પડેસાવરકુંડલા તાલુકાના વડાળ ગામના ખેડૂતે જણાવ્યું હતું કે, શિયાળુ પાકનું વાવેતર કરાયું છે. નિયમિત રીતે ખેડૂતો પિયત કરી રહ્યા છે. ખેડૂતોની સૌથી મોટી મુશ્કેલીએ છે કે, વીજ અધિકારીઓ રાત્રીનાં ગરમ કપડામાં બંધ રૂમમાં હોય છે. ત્યારે ખેડૂતો રાત્રીનાં પાણી વાળવા મજબૂર બન્યાં છે. આસપાસમાં જંગલ છે. જેના કારણે રાત્રીનાં વન્ય પ્રાણીઓનો ભય રહે છે. રાત્રીનાં વન્ય પ્રાણીઓનાં ભય વચ્ચે કામ કરવું પડે છે.


દિવસે વીજળી આપવા માંગ કરી


ખેડૂતોએ ખેતીવાડી વિસ્તારમાં દિવસે વીજળી આપવા માંગ કરી છે. પરંતુ વીજ કંપની દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. રાત્રીનાં સમયે ખેતરમાં તાપણાં કરીને કામ કરવું પડે છે. વન્ય પ્રાણીઓનો ત્રાસ રહે છે. નીલગાય અને જંગલી ભૂંડનો ત્રાસ રહે છે. તેમજ રાત્રીના પણ નિયમીત વીજ પુરવઠો રહેતો નથી.


 


ચૂંટણી પૂર્ણ થતાં વીજળી પૂર્તિ અને નિયમિત આવતી નથીવડાળ ગામના ખેડૂતે જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા દિવસે દસ કલાક વીજળી આવતી હતી. હવે રાત્રે અપાય છે અને અનિયમીત વીજળી આવે છે.વીજ કચેરીમાં ફોન કરીએ તો કોઈ જવાબ આપતું નથી. તંત્રે ખેડૂતોની વ્યથા સમજવી જોઈએ. નિયમિત વીજળી આપવી જોઈએ તેમજ ઉદ્યોગોને દિવસે વીજળી સમયસર મળે છે. ખેડૂતોને દિવસે કેમ મળતી નથી? તેઆ સવાલ ખેડૂતોએ ઉઠાવ્યાં હતાં.

First published:

Tags: Amreli News, Farmer in Gujarat, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો