રાજુલામાં 4 સિંહોનું ટોળું પાણી પીવા ગામમાં ઘુસ્યું
ગીર-અમરેલી વિસ્તારમાં સિહોનું ટોળું ફરતું જોવા મળી રહ્યું છે. રહેણાંક વિસ્તારમાં સિંહોના દર્શન હવે જાણે સામાન્ય બની ગયા છે.રાજુલાના પીપાવાવ પોર્ટમાં ગઈકાલે મોડી રાત્રે 4 સિંહોનું ટોળું ગામમાં ઘુસી આવ્યું હતું.સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
અમરેલી: ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સિંહના અવારનવાર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. આજે વધુ એક સિંહનો વીડિયો જુડ વડલીના ગ્રામીણ વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
4 સિંહ પાણી પીવા માટે રહેણાંક વિસ્તારમાં આવ્યા
ગીર વિસ્તારમાં સિંહોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે સાથે જ વન્ય પ્રાણીઓની સંખ્યા પણ વધી છે આજે જુડ વડલી વિસ્તારમાં 4 સિંહ પીવાના પાણી માટે વાડી વિસ્તારમાં આવ્યા હતા અને આરામથી પાણી પી અને પરત જંગલ તરફ વળ્યા હતા જે વીડિયો સ્થાનિક વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો.
અમરેલી તેમજ આજુબાજુના ગીર કાંઠાના ગ્રામીણ વિસ્તારની અંદર અવારનવાર સિંહ ગ્રામીણ વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચઢ્યાના વીડિયો વાયરલ થયા છે તો સાથે જ લટાર મારતા વીડિયો ખૂબ જ વાયરલ થયા છે અને સિંહની પજવણી કરતા વીડિયો વાયરલ કરનાર સામે વન વિભાગ દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે અને વન વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
અમરેલી ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લો ગીરકાંઠાના જિલ્લા ગણવામાં આવે છે આ વિસ્તારની અંદર સિંહની સંખ્યા ખૂબ જ છે અને સિંહ કાયમીક વસવાટ પણ કરી રહ્યા છે તો સાથે દીપડા તેમજ અન્ય વન્ય પશુ અને પ્રાણીઓ પણ વસવાટ કરી રહ્યા છે ત્યારે વન્ય પશુઓ અવારનવાર ગ્રામીણ વિસ્તારની અંદર શિકારની શોધમાં આવી ચઢ્યા હોય છે. આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં શિકાર કરતા સિંહનો વાયરલ થયો હતો.