સાવરકુંડલાનાં ખડસલી ગામમાં ઈ-શ્રમ કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાત્રીનાં બે વાગ્યા સુધી કાર્ડ કાઢવામાં આવે છે. તેમજ ઢોલ વગાડી ગ્રામજનોને કેમ્પની માહિતી આપવામાં આવી રહી છે.
સાવરકુંડલાનાં ખડસલી ગામમાં ઈ-શ્રમ કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાત્રીનાં બે વાગ્યા સુધી કાર્ડ કાઢવામાં આવે છે. તેમજ ઢોલ વગાડી ગ્રામજનોને કેમ્પની માહિતી આપવામાં આવી રહી છે.
Abhishek Gondaliya, Amreli: સાવરકુંડલા તાલુકાનાં ખડસલી ગામમાં ઈ-શ્રમ કાર્ડ માટેનાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ લોકોને કેમ્પની માહિતી અનોખી રીતે આપવામાં આવી હતી. ગામમાં ઢોલ વગાડીને લોકોને કમ્પની માહિતી અપાઇ હતી. વર્ષો પહેલા ગામમાં સાદ પડવામાં આવતો હતો. તેમજ ઢોલ વગાડીને માહિતી પહોચાડવામાં આવતી હતી. ગામડાઓમાં આ પરંપરા હજુ પણ જોવા મળે છે. ઢોલ વગાડી જાહેરાત કરવાની જૂની પરંપરા અનિરૂદ્ધ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમારા ખડસલી ગામમાં હાલ ઈ-શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને કેમ્પની જાણ ઢોલ વગાડી સાદ પડાવી કરવામાં આવી હતી. ગામનાં રમેશભાઇ ઢોલ વગાડીને જાહેરાત કરે છે. વર્ષો પહેલાનો રિવાજ આજે પણ અમારા ગામમાં જોવા મળે છે.
રાત્રીનાં બે વાગ્યા સુધી ઇ-શ્રમ કાર્ડની કામગીરી ચેતન માલાણીએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાત સરકાર દ્વારા ઈ-શ્રમ કાર્ડ કેમ્પની કામગીરી કરવામાં આવી રહેલી છે. આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યાં છે. ખડસલી ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતના સરપંચ શિલ્પાબેન માલાણી, વીસીએ દિનેશભાઈ તેમજ તલાટી કમ મંત્રી ડી.એચ. પંડ્યા રાત્રિના સમયે પણ ઉપસ્થિત રહે છે અને કામગીરી કરે છે. દિવસ દરમિયાન મજૂર વર્ગના લોકો કામકાજ અર્થે જતા હોય છે. જેથી ગ્રામ પંચાયત 24 કલાક ગામના લોકો માટે કાર્યરત છે અને રાત્રિના સમયે એક થી બે વાગ્યા સુધી કામગીરી વીસીએ દ્વારા કરવામાં આવે છે.