Home /News /amreli /Amreli: આ વિસ્તારના ખેડૂતો રાહ જોય રહ્યાં છે સૌની યોજનાના પાણીની, મુખ્યમંત્રીને કરી રજૂઆત

Amreli: આ વિસ્તારના ખેડૂતો રાહ જોય રહ્યાં છે સૌની યોજનાના પાણીની, મુખ્યમંત્રીને કરી રજૂઆત

શેલ દેડુમલ ડેમ .મેવાસા ડેમ . નાળ ડેમ મા પાણી છોડવા રજુઆત

સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર હાલ વરસાદ ખેંચાવવાને કારણે વરસાદમાં વિલંબ થવાને કારણે અનેક પાક બળીને નષ્ટ થવા જઈ રહ્યા છે

    Abhishek Gondaliya.Amreli. સાવરકુંડલા તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર હાલ વરસાદ ખેંચાવવાને કારણે વરસાદમાં વિલંબ થવાને કારણે અનેક પાક બળીને નષ્ટ થવા જઈ રહ્યા છે જે અનુસંધાને તેમજ છેલ્લા એક વર્ષથી સતત સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના ચિરાગ હિરપરા દ્વારા મુખ્યમંત્રી તેમજ અન્ય પદાધિકારીઓને પત્ર પાઠવી સૌની યોજના મારફતે સાવરકુંડલા તાલુકાના મેવાસા ડેમ નાળ ડેમ સહિતના વિસ્તારોની અંદર આવતા ડેમમાં પાણી નાખવા રજૂઆત કરવામાં આવી. આ વિસ્તારની અંદર જો પાણી આપવામાં આવે તો સાવરકુંડલા લીલીયા તેમજ ગારીયાધાર સહિતના ગ્રામીણ વિસ્તારના ગામડા ખૂબ સમૃદ્ધ અને હરિયાળી ક્રાંતિ આવે સાથે જ અનેક વિસ્તારની અંદર રહેતા અને મજૂરી ઉપર જીવન જીવી રહેલા ગરીબ પરિવારોને આજીવિકા રોજી ચાલે સાવરકુંડલા તેમજ લીલીયા ગારીયાધાર તાલુકા નો મુખ્ય પાક તરીકે કપાસ લેવામાં આવે છે તેમજ મગફળીનું વાવેતર પણ કરવામાં આવી રહ્યું છે હાલો વરસાદનો વિલંબ થતાં પાક નષ્ટ જવાને આરે થઈ રહ્યો છે ખેડૂતો આ ખેતી પર નિર્ભર છે અને હાલ પાણીની સમસ્યા હોવાને લઈને છે ખેડૂત અન્ય ખેતી કે બાગાયત ખેતી કરી શકતા નથી.

    પાણી ન હોવાથી ત્રણ પાક ખેડૂત લઈ શકાતા નથી

    ચોમાસુ શિયાળો અને ઉનાળો આ ત્રણ સિઝનમાં ખેડૂતો દ્વારા ત્રણ પાક લેવાની કોશિશ કરવામાં આવી રહી છે પણ ગ્રામીણ વિસ્તારો ની અંદર ખેતીવાડી વિસ્તારની અંદર પાણીની ખૂબ જ ગંભીર સમસ્યા હોય જેને કારણે ખેડૂતો દ્વારા ચોમાસુ એક પાક લઈ શકાય છે જ્યારે અન્ય બે પાક લેવામાં પાણી ન હોવાથી વિલંબ થાય છે જો આ વિસ્તારને નર્મદા યોજના સૌની યોજના મારફતે પાણી પહોંચાડવામાં આવે તો આ વિસ્તાર હરિયાળી ક્રાંતિ લાવી શકે એવું છે સાથે તમામ ખેડૂતો ત્રણ ઋતુના ત્રણ પાક લઈ અને સધ્ધર થઈ શકે છે સમૃદ્ધ થઈ શકે છે જે આધારે સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના ખેડૂતો ચિરાગ હિરપરા દ્વારા તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા મુખ્યમંત્રી તેમજ અન્ય પદાધિકારીઓને પત્ર પાઠવી લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી 2012માં ખાતમુરત કર્યા બાદ હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા રજૂઆત કરવામાં આવી..

    સૌની યોજના ખેડૂતોની હરિયાળી ક્રાંતિ લાવી શકે છે

    ખોડીયાર ડેમથી સેલ દેદુમલ ડેમ અને ત્યાંથી સેન્જળ ડેમ પિયાવા ડેમ નાળ ડેમ માં પાણી છોડવા માં આવે તો હરિયાળી ક્રાંતિ આવી શકે છે આ વિસ્તારના ખેડૂતો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી 2012માં ખાતમુરત કરાયા બાદ હજુ સુધી પાણી ન પહોંચતા આખરે ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી સાવરકુંડલા લીલીયા ગારીયાધાર જેસર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો દ્વારા મુખ્યત્વે કપાસ, મગફળી, નું વાવેતર હાલ કરવા માં આવી રહીયું છે જો પાણી આવે તો કપાસ, મગફળી, બાગાયત પાકો તેમજ ગ્રીનહાઉસ કરી અન્ય પાકો પણ સહેલાઈથી લઈ શકાય છે જેથી સત્વરે નીકાલ આવે જેવી માગ ખેડૂત , સરપંચ, સહિત ના સ્થાનિક લોકો દ્વારા રજુઆત કરવા માં આવી ..
    First published:

    Tags: અમરેલી, ખેડૂત

    विज्ञापन
    विज्ञापन