સાવરકુંડલા યાર્ડમાં ચણાની મોટી માત્રામાં આવક થઇ છે. ચણાનાં મણનાં 1225 રૂપિયા ભાવ આવ્યાં હતાં. તેમજ મગફળીનાં ભાવમાં પણ તેજી જોવા મળી હતી. ઘઉંનાં એક મણનાં 801 રૂપિયો ભાવ રહ્યો હતો.
સાવરકુંડલા યાર્ડમાં ચણાની મોટી માત્રામાં આવક થઇ છે. ચણાનાં મણનાં 1225 રૂપિયા ભાવ આવ્યાં હતાં. તેમજ મગફળીનાં ભાવમાં પણ તેજી જોવા મળી હતી. ઘઉંનાં એક મણનાં 801 રૂપિયો ભાવ રહ્યો હતો.
Abhishek Gondaliya, Amreli: અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થયું છે. સાવરકુંડલા યાર્ડમાં 14400 મણ ચણાની આવક થઈ છે અને એક મણનો આજે 1225 રૂપિયા ભાવ ઉપજ્યા હતા. યાર્ડમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે. સાવરકુંડલા યાર્ડમાં ચણાની આવક થઈ છે અને આવકના પ્રારંભે સારા ભાવ મળી રહ્યાં છે. આજે ચણાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 1225 રૂપિયા સુધી ચણાનો ભાવ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. યાર્ડમાં ઘઉંનાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે. મણનાં 801 રૂપિયા ભાવ રહ્યાં હતાં. સાવરકુંડલા યાર્ડમાં 14400 મણ ચણા ની આવક થઇ અમરેલી જિલ્લામાં શિયાળુ પાક તરીકે ખેડૂતોએ ચણા મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. હાલ ચણાનો ભાવ સારો મળી રહ્યો છે. ટેકાના ભાવે પણ ખરીદી શરૂ થવાની છે. આજે માર્કેટિંગ યાર્ડમાં ભાવમાં વધારો થતા મોટી માત્રામાં આવક થઈ હતી.
320પ મણ ઘઉંની આવક થઇ સાવરકુંડલા યાર્ડમાં ઘઉંનાં મણનાં 801 રૂપિયા ભાવ રહ્યો હતો. હાલો માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો સુધરતો ભાવ જોવા મળ્યો છે. યાર્ડમાં ઘઉંની 3200 મણની આવક થઈ હતી. 325 મણ મગફળીની આવક થઈ હતી. આજે મગફળી મોટીનો ભાવ 1491 રૂપિયા રહ્યો હતો. સાવરકુંડલા યાર્ડમાં નવા ધાણાની આવક 1200 મણ થઈ હતી. જેમાં 1030 થી 2225 સુધી પ્રતિ મણનો ભાવ યાર્ડમાં ઉપજ્યો હતો.