અમરેલી જિલ્લામાં પ્રથમ વખત એક સાથે 12000 ચકલીનાં માળાનું વિતરણ કરવામાં આવશે. ઘરે ઘરે જઇ ચકલીનાં માળા લગાવવામાં આવશે. તેમજ માળામાં ચકલીની લગતી માહિતી પણ આપવામાં આવી હતી.
અમરેલી જિલ્લામાં પ્રથમ વખત એક સાથે 12000 ચકલીનાં માળાનું વિતરણ કરવામાં આવશે. ઘરે ઘરે જઇ ચકલીનાં માળા લગાવવામાં આવશે. તેમજ માળામાં ચકલીની લગતી માહિતી પણ આપવામાં આવી હતી.
Abhishek Gondaliya, Amreli : વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યામાં ઠેરઠેર ચકલી દિવસની ઉજવણી થાય છે. ત્યારે અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકામાં પ્રથમ વખત એક સાથે 12000 ચકલીનાં માળાનું વિતરણ કરવામાં આવશે. માળા અનોખી રીતે તૈયાર કરવામાં આવ્યાં છે.
લોકોનાં નિવાસસ્થાને પહોચી માળા લગડશે
સતીષ પાંડેએ જણાવ્યું હતું કે વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચકલીના માળાનાં વિતરણ કરવામાં આવશે.આ વર્ષે કંઈક અલગ માળા તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમ વખત અમરેલી જિલ્લામાં એક સાથે 12,000 જેટલા માળાઓનું વિતરણ કરવામાં આવશે. વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા લોકોનાં નિવાસ્થાન સુધી પહોંચી અને યોગ્ય રીતે ચકલી વિશેની માહિતી આપવામાં આવશે અને આ માળો લગાવવામાં આવશે.
ક્યાં લગાવવો અને ક્યાં ન લગાવો તેનો માળામાં ઉલ્લેખ કરાયો વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા માળામાં ચકલીનો માળો કઈ જગ્યાએ લગાવવો જોઈએ અને કઈ જગ્યાએ ન લગાવવો જોઈએ.તેનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચકલીના પ્રિય વૃક્ષોની માહિતી આપવામાં આવી છે. ચકલી સરેરાશ 4 થી 5 વર્ષનું જીવન જીવે છે.જ્યારે ડેનમાર્કમાં એક જંગલી ચકલી 18 વર્ષ અને 9 મહિના સુધી જીવિત રહી હતી. એક જંગલી ચકલી માટે વર્લ્ડ રેકોર્ડ છે. પાંજરામાં પુરાયેલી ચકલી સરેરાશ 12 થી 14 વર્ષ જીવે છે.
માતા, પિતાનું નિધન બાદ બાઇકની રકમ ચકલીનાં માળામાં આપી અમરેલીનાં દંપિતનું અકાળે નિધન થયું હતું. બાદ પુત્રએ બાઇક અન્ય વ્યક્તિને વેચી દીધુ હતું. બાઇકની જે રકમ આવી તે વન પ્રકૃતી ચેરીટેબલ ટ્રસ્ટને ચકલીનાં માળા માટે આપવામાં આવી હતી. તેમ સતિષભાઇ પાંડેએ જણાવ્યું હતું.