ઓછા પાણીએ વધુ ઉત્પાદન ચણા આપતા હોવાથી વધુ વાવેતર નોંધાયું
સાવરકુંડલામાં 19129 હેક્ટરમાં શિયાળુ વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ચણાનું વાવતેર થયું છે અને સૌથી ઓછું ડુંગળીનું વાવેતર થયું છે. તાલુકામાં 11,415 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે.
Abhishek Gondaliya, Amreli: ચોમાસાની સીઝન બાદ હવે ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે. સાવરકુંડલા તાલુકામાં 19,129 હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. શિયાળુ પાકના વાવેતરમાં ઘઉં, ચણા, ડુંગળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ચણાનું વાવેતર વધુ કરવામાં આવ્યું છે. 11,415 હેક્ટરમાં તાલુકામાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે.
ચણા ઓછા પાણીએ પાકી જાય છે
ચણાનું વાવેતર મોટાભાગના ખેડૂતોએ કર્યું છે. ઓછા પાણીએ ચણાનો પાક તૈયાર થઇ જાય છે.પરિણામે ખેડૂતોએ ચણાનું વધુ વાવેતર કર્યું છે. મોટાભાગના ખેડૂતો દ્વારા દેશી ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે.
ઘઉંનું 3316 હેક્ટરમાં વાવેતર થયું
સાવરકુંડલા તાલુકામાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે સાવરકુંડલા તાલુકામાં 3316 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર થયું છે.પાણીનો સ્ત્રોત ધરાવતા ખેડૂતો દ્વારા ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. ઘઉંના પાકને વધુ પાણીનું જરૂર પડે છે.
ચાલુ વર્ષે ડુંગળીનું ઓછું વાવેતર થયું
ડુંગળી અને લસણનું 2101 હેક્ટર વાવેતર કરાયું છે. ડુંગળી એક ગરીબીની કસ્તુરી ગણવામાં આવે છે.આ વર્ષે ખેડૂતો દ્વારા ડુંગળીનું વાવેતર નહીવત કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે વાવેતરની દ્રષ્ટિએ ડુંગળીનું ઓછું વાવેતર નોંધાયું છે.