અમરેલી જિલ્લાની મહિલાઓ હવે પુરુષના ખંભે ખભો મિલાવી અને ખેતી કાર્યની શરૂઆત કરી
ધારીના જેતપુર ગામના મહિલા ખેડૂતે ખેતીમાં ક્રાંતિ સર્જી છે. મિશ્ર ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે. પોતાના ખેતરમાં જામફળનું વાવેતર કર્યું છે. જામફળીમાં પાન કરતા જામફળ વધુ છે.આ ઉપરાંત કેસર કેરી, ચંદન, ડ્રેગન ફ્રૂટનું પણ વાવેતર કર્યું છે.
Abhishek Gondaliya. Amreli :અમરેલી જિલ્લામાં મહિલા પણ ખેતી કરી અવાક મેળવી રહી છે. મહિલાઓ દ્વારા મિશ્ર ખેતી અને બાગાયત ખેતી વધુ કરવામાં આવે છે. જેથી વર્ષે એકંદર ત્રણે માસ ત્રણેય સીઝન લઈ શકાય છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જેતપુર ગામના મહિલા નીતાબેન ખુમાણે પોતાના ગાયકવાડી 16 વીઘા જમીનમાં મિશ્ર ખેતી સાથે બાગાયતી ખેતી ની શરૂઆત કરી છે અને આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
નીતાબેન ખુમાણે કરેલું વાવેતર
નીતાબેન ખુમાણે પોતાના ખેતરમાં ડ્રેગન ફ્રુટ લાલ 200 પોલ, તાઇવાન પિંક જામફળ, રેડ ડાયમન્ડ જામફળ, કેસર કેરી, સૂર્યમુખી, રક્ત ચંદન, લાલ ચંદન,મોહગની આફ્રિકન સાગનું વાવેતર કર્યું છે.
બે વર્ષથી તાઇવાન પિંકજ જામફળ વાવ્યા
ગીતાબેન ખુમાણે જણાવ્યું હતું કે, મારી પાસે 16 વીઘા જમીન છે. જમીનમાં 40 ફૂટ ઊંડો કુવો છે. ઉનાળે પાણી હોતું નથી. છેલ્લા પાંચેક વર્ષથી પાંચ વીઘા જમીનમાં ભાગેથી ખેતી કરવાની શરૂઆત કરી હતી.જેમાં ચાર વર્ષ પહેલાં 200 પોલમાં ડ્રેગન ફ્રુટનું વાવેતર કરું હતું.ઘનિષ્ઠ પદ્ધતિએ 400 આંબાનું વાવેતર કર્યું હતું. બે વર્ષથી તાઇવાન પિંકજ જામફળ વાવ્યા છે. જ્યારે 40 જેટલા રેડ ડાયમંડ જામફળનું વાવેતર કર્યું છે.
મિશ્ર ખેતીથી એક લાખની અવાક
ગીતાબેન પાસે છોડ કે રોપા લેવાના પૈસા ન હોતા ત્યારે ઉછીના અન્ય લોકો પાસેથી રૂપિયા લીધા હતા અને ગીતાબેને ખેતીની શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,આગામી બે વર્ષ બાદ લાખો રૂપિયામાં કમાણી થશે.હાલ મિશ્ર ખેતી કરી અને એક લાખ ઉપરાંતની આવક મેળવી રહ્યા છે.ગીતાબેને જણાવ્યું હતું કે,હાલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતો બે સિઝનનો પાક લેવામાં આવે છે. ચોમાસુ અને શિયાળુ ત્યારે ઉનાળુ પાક લેવામાં આવતો ન હોવાથી જમીન પડતર પડી રહે છે અને કોઈ આવક થતી નથી. જેથી બાગાયતી પાક એવો છે કે, જેમાં બે ચોમાસુ અને શિયાળુ પાક લેવો હોય તો લઈ શકાય. ચોમાસુ, શિયાળુ અને ઉનાળુ પાક લેવો હોય તો પણ લઈ શકાય.
એક જામફળનું વજન 500 ગ્રામથી વધુ
તાઇવાન જામફળીમાં જામફળ એના પાનથી પણ જામફળ વધારે આવે છે. એક જામફળનું વજન 500 ગ્રામ થી 700 ગ્રામ સુધીનું થાય છે. જામફળનો છોડ જમીનની બહાર આવતાની સાથે જામફળ આવવા લાગે છે. જામફળના ઝાડમાં બે પાન હોય ત્યારે પણ બે જામફળ આવતા હોય છે.