Home /News /amreli /Amreli: જીરુંના પાકમાં રોગનો ઉપદ્રવ; એટલું કરી રોગ દૂર કરો, ઉત્પાદન મેળવો

Amreli: જીરુંના પાકમાં રોગનો ઉપદ્રવ; એટલું કરી રોગ દૂર કરો, ઉત્પાદન મેળવો

કાળીયો અથવા ચરમી રોગ એ જીરું નો ખુબજ મહત્વનો અને સૌથી વધુ નુકશાન કરતો રોગ છે.

અમરેલી જિલ્લામાં જીરું પાકનું વાવેતર થયું છે. પરંતુ જીરુંના પાકમાં કાળીયો અથવા ચરમી રોગનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જીરુંમાં આવતા રોગની ઓળખ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તો સારું ઉત્પાદન મેળવી શકાય છે.

Abhishek Gondaliya. Amreli: અમરેલી, ગીર સોમનાથ સહિત જિલ્લામાં વર્ષે ખેડૂતે જીરુંનું વાવેતર કર્યું છે. જીરુંના પાકમાં દવા,ખાતર, પાણીનો ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે. જીરુના પાકમાં ઉત્પાદન વધારવા માટે દવાનું ખુબ જ મહત્વ છે. જીરુંમાં આવતા રોગની ઓળખ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તો સારું ઉત્પાદન મેળવી શકાય છે.

પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાત રમેશ રાઠોડે જણાવ્યું હતું કે, જીરુંમાં કાળીયો અથવા ચરમી રોગની ઓળખ, નુકસાન અને સંકલિત નિયંત્રણ વિષે માહિતી લીધા બાદ દવાનો છંટકાવ કરવા જોઈએ. જેથી વધુ માત્રમાં ઉત્પાદન લઈ શકાય છે.



કાળીયો અથવા ચરમી રોગ એ જીરુંમાં ખુબ જ મહત્વનો અને સૌથી વધુ નુકસાન કરતો રોગ છે. હાલના વાદળછાયા વાતાવરણમાં આ રોગ આવવાની સંભાવના ખુબ જ વધારે હોય છે અને આગોતરા પગલાં ભરવા જોઇએ.



રોગની ઓળખ અને નુકસાન

પાક જયારે 30 થી 35 દિવસનો થાય ત્યારે આ રોગ જોવા મળે છે. શરુઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપક જોવા મળે છે. જેનું કદ સમય જતાં વધે છે અને ડાળીયો પર બદામી રંગની પટ્ટી જોવા મળે છે.



રોગ પ્રેરક ફૂગને અનકુળ વાતાવરણ મળતાં ખુબ જ સક્રીય બની ઝડપથી ફેલાવા લાગે છે અને અંતે આખા છોડ કાળા પડી સુકાઈ જાય છે. તેથી તેને કાળીયો પણ કહે છે. રોગીષ્ટ છોડ પર ફુલ બેસતા નથી અને જો દાણા બેસે તો પણ તે ચીમળાયેલા અને વજનમાં હલકા રહે છે.



રોગમાં નિયત્રંણ કેવી રીતે લેવું

લાંબાગાળાના પાકની ફેર બદલી કરવી. રોગમુકત બિયારણની વાવણી માટે પસંદગી કરવી.15 થી 25 ઓકટોબર વચ્ચે વાવણી કરવી.બીજને વાવતા પહેલા મેન્કોઝેબ 75 ટકા વે.પા ફુગનાશક દવાનો 1 કીલો બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે પટ આપવો.પુંખીને વાવેતર કરવાને બદલે 30 સે.મી ના ગાળે ચાસમાં વાવણી કરવી અને પિયત બાદ આંતર ખેડ કરવી.ક્યારા ખુબજ નાના અને સમતલ બનાવવા જેમાં હલકુ પિયત આપવું.



વાદળછાયા વાતાવરણમાં પિયત આપવાનુ ખાસ ટાળવું.નાઈટ્રોજન યુકત ખાતર ભલામણ મુજબ જ આપવું.ઘઉં, રજકો અને રાઈ જેવા વધુ પાણીની જરૂરીયાતવાળા પાકોની બાજુમાં જીરૂનું વાવેતર કરવું નહી.રોગ આવવાની રાહ જોયા વીના પાક જયારે 30 થી 35 દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ 75 ટકા વે.પા 35 ગ્રામ/ 10 લીટર પાણીમાં મિશ્ર કરી છાટવું અથવા હેકજાકોનાઝોલ 10 મીલી/ 10 લીટર અથવા ડાયફેનકોનાઝોલ 10 મીલી/ 10 લીટર પાણીમાં મિશ્ર કરી છાટવું. ત્યારબાદ 10 દિવસના અંતરે વધુ ત્રણ છંટકાવ કરવા જોઈએ.
First published:

Tags: Amreli News, Farmer in Gujarat, Local 18