Home /News /amreli /Amreli: કેરીના દુશ્મનને ઓળખી કરો સફાયો, સોનમાખના નિયંત્રણ માટે આટલું કરો

Amreli: કેરીના દુશ્મનને ઓળખી કરો સફાયો, સોનમાખના નિયંત્રણ માટે આટલું કરો

X
આંબાવાડીમાં

આંબાવાડીમાં આવતા રોગ ને ઓળખવા અને તેની પર કાળજી લેવી ખૂબ જ જરૂરી છે

ચાલુ વર્ષે આંબામાં ખૂબ સારો મોર આવ્યો છે. વાતાવરણ પણ અનુકૂળ છે. પરંતુ કેરીમાં સમયાંતરે સોનમાખનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. આ સોનમાખને ઓળખી તેનું નિયંત્રણ કરવામાં આવે તો કેરીના પાકને ફાયદો થાય છે.

Abhishek Gondaliya, Amreli: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં કેરીનો પાક લેવામાં આવે છે. ખાસ કરીને તાલાલા ગીરની કેસર કેરી જગ પ્રખ્યાત છે. કેસર કેરી ભારત ઉપરાંત વિદેશમાં પણ મોકલવામાં આવી રહી છે. ચાલુ વર્ષે આંબામાં ખૂબ સારા મોર આવ્યા છે. તેમજ વાતાવરણ પણ કેસર કેરીને અનુકૂળ છે. પરંતુ કેસર કેરીમાં સોનમાખ નો ઉપદ્રવ પાકને નુકસાન કરે છે. સમયસર પગલાં લેવામાં આવે તો સોનમાખને અટકાવી શકાય તેમ છે.

પાક સંરક્ષણ વિષય નિષ્ણાંત રમેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, આંબાની ફળમાખી કેરીની ગુણવતા ઘટાડવામાં અગત્યનો ભાગ ભજવે છે. આ ફળમાખી સોનમાખી તરીકે ઓળખઈ છે.સોનમાખીને પાકમાં ખૂબ જ નુકસાન કારક કીટક ગણવામાં આવે છે.પાકનું ઉત્પાદન વધારવા માટે નુકસાન અને સંકલિત નિયંત્રણ જાણકારી લેવી અને પગલાં લેવા ખૂબ જ જરૂરી છે.

ફળમાખીની 4000 જાત દુનિયામાં છે

દુનિયામાં લગભગ 4000 જેટલી ફળમાખીની નોંધાયેલી જાતીમાંથી 300 જેટલી જાતો ભારતીય ઉપખંડમાં જોવા મળે છે.બે ડઝન જેટલી જાતો ખેતીપાક, ફળફળાદી અને શાકભાજીને નુકસાન કરે છે. આંબાવાડિયામાં બેકટ્રોસેરા ડોર્સાલીસનો ઉપદ્રવ હાલની પરિસ્થિતિમાં જોવા મળે છે અને વધારે ઉપદ્રવ મે-જુન માસમાં જોવા મળે છે.ફળમાખીને કેવી રીતે ઓળખી શકાય?

આ જીવાતોનું પુખ્ત કીટક મજબુત બાંધાનું, ઘરમાખી કરતા મોટું અને 7 મીમી લાંબુ હોય છે. પારદર્શક અને બદામી રંગના ધાબાવાળી બે જોડી પાંખો ધરાવે છે. પુખ્ત કીટક પીળા રંગના પગ અને શરીરે રંગીન હોવાથી તે પીળી માખી કે સોનમાખી તરીકે પણ ઓળખાય છે. જયારે ઈયળ આછા પીળા રંગની, પગ વગરની અને અર્ધપારદર્શક હોય છે. જેના શરીરનો પાછળનો ભાગ પાતળો અને અણીદાર ત્રાંક જેવો જોવા મળે છે. આ ઈયળ 8 થી 9 મીમી લાંબી અને 1.5 મિમિ પહોળી હોય છે.

સોનમાખનો ઉપદ્રવ ક્યારે વધે ?

વાતાવરણમાં ગુરૂતમ ઉષ્ણતામાન 35 સેં. થી વધુ પ્રમાણમાં અને લધુતમ ઉષ્ણતામાન 20 સેં. ની આસપાસ હોય તથા હવામાં ભેજ 60 ટકાની આસપાસ તથા સકું હવામાન હોય તો આ જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધી જાય છે. ટુંકમાં આ જીવાત ઉનાળાના મહિનાઓમાં સક્રિય રહે છે. જયારે નવેમ્બર થી માર્ચ માસ સુધી કોશેટા અવસ્થામાં જમીનમાં સુષપ્ત રહે છે.

ફળમાખીનું જીવનચક્ર: કેટલા દિવસમાં પુખ્ત બને

માદા માખી એપ્રીલ માસમાં કોશેટામાંથી બહાર નિકળીને ફળની છાલમાં 1 થી 4 મીમીની ઉડાઈએ 2થી 15 ના સમુહમાં ઈડાઓ મુકે છે. સાનુકુળ વાતાવરણમાં માદા કીટક 150 થી 200 ઈડાઓ મુકે છે. ઈયળ ફળના અંદરના ભાગના માવાને ખાઈને પોતાના શરીર ઉપરથી3 વખત કાચળી ઉતારીને 6 થી 29 દિવસમાં પુખ્ત બને છે. પુખ્ત ઈયળ ફળમાંથી બહાર નિકળીને નાના નાના કુદકા મારતી મારતી જમીનમાં યોગ્ય જગ્યાએ પહોંચી 8 થી 13 સેમીની ઉડાઈએ કોશેટો બનાવે છે. કોશેટા અવસ્થા 6 થી 44દિવસની જોવા મળે છે. પુખ્ત કીટક પાકા ફળમાંથી ઝરતા પ્રવાહી અથવા બીજા કીટકો દ્વારા છોડવામાં આવતા મધ જેવા પદાર્થને ખાઈને 15 દિવસમાં પુખ્ત થાય છે.ફળમાખી 2 કિમી ઉડીને જઈ શકે

આ કીટકની માદા ફળની છાલમાં ઈડાઓ મુકે છે. તેમાથી નિકળતી ઈયળો વિકાસ પામતા ફળોનો અંદરનો માવો ખાઈ છે. જેના લીધે નુકસાનવાળા ફળ પીળા પડીને જમીન ઉપર ખરી પડે છે. જે જગ્યાએ માદાએ ફળમાં ઈડું મુકવા માટે છેદ કરેલ હોય તે જગ્યાએથી બેકટેરીયા અને ફુગ શરૂ થાય છે. જેના લીધે નુકસાનવાળું ફળ કોહવાઈ જાય છે અને ખરાબ વાસ મારતું હોય છે. ખાવા માટે લાયક રહેતુ નથી. નુકસાનવાળા ફળમાંથી જે ખરાબ વાસ આવે છે, તે ફળમાખીને આકર્ષે છે. જેના લીધે ઉપદ્રવમાં વધારો થાય છે. આ જીવાતની પુખ્ત માખી બે કીલોમીટર સુધી ઉડીને જઈ શકતી હોવાથી તેનો ફેલાવો ખૂબ જ ઝડપથી થાય છે.

ફળમાખી માટે સંકલિત નિયંત્રણના પગલાઓ

ફળમાખીનાં કોશેટા જમીનમાં હોય છે તેથી ઉનાળામાં બગીચામાં ઉડી ખેડ કરી જમીન તપવા દેવી જેથી કોશેટાનો નાશ થાય અને ગોડ કરેલ ખામણામાં ક્લોરોપાયરીફોસ 1.5 ટકા ભૂકી છાંટવી જેથી કોશેટોમાંથી બહાર નીકળેલ ફળમાખી દવાના સંપર્ક માં આવતા તેનો નાશ થશે

ફ્ળો પાક્યા પહેલા સમયસર ઉતારી લેવા તેમજ કોહવાય ગયેલા તથા સડી ગયેલા ખરી પડેલા ફળોને ભેગા કરીને તેને ઉડા ખાડામાં દાટી નાશ કરવો.

આંબાવાડિયામા કાળા તુલસી (શ્યામ તુલસી)નું વાવેતર ચારે તરફ કરવુ અને તેના ઉપર કેરી વટાણા જેવડી થાય ત્યારે ફેન્થીઓન 50 ટકા ઈ.સી.10 મિ.લિ./10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી નર ફળમાખીનો નાશ કરી શકાય છે.મિથાઈલ યુજીનોલ ટ્રેપની મદદથી નર કીટકોનો નાશ કરવો. બજારમાથી સારી કવોલિટી ના ટ્રેપ ખરીદી લગાવવા.

માર્ચ માસથી શરૂઆત કરી એક એક માસના અંતરે ત્રણ વખત ફેન્થીઓન 10 મિ.લિ. સાથે મિથાઈલ યુજીનોલ 10 મિ.લિ.નું મિશ્રણ 10 લિટર પાણીમાં તેયાર કરી દર 12 ઝાડ વચ્ચે આવેલ એક ઝાડ પર અને બાકીના 11 ઝાડ પર ફકત ફેન્થીઓનનું દ્રાવણ છાંટવું.

મોલાસીસ 150 ગ્રામ + મેલાથીઓન 50 ટકા ઈસી 100 મિ.લિ. + 100 લિટર પાણીવાળી ઝેરી પ્રલોભીકાને સાવરણીની મદદથી શેઢાપાળા પર આવેલ ધાસ પર મોટા ટીપાના રૂપમાં છાંટવી.
First published:

Tags: Amreli News, Farmer in Gujarat, Local 18

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો