Home /News /amreli /અમરેલીમાં શિકારી સિંહ CCTVમાં કેદ, બે સિંહોએ ભેંસના બચ્ચાનો કર્યો શિકાર

અમરેલીમાં શિકારી સિંહ CCTVમાં કેદ, બે સિંહોએ ભેંસના બચ્ચાનો કર્યો શિકાર

શિકાર કરીને સિંહ બચ્ચાઓને લઈ જતાં CCTVમાં કેદ થયા હતા.

Hunting lion CCTV: મોડીરાત્રે બે સિંહોએ ભેંસોના તબેલામાં ત્રાટકીને પળભરમાં ભેંસના બચ્ચાનો શિકાર કર્યો, ઘટના CCTVમાં કેદ

    અમરેલી: સૌરાષ્ટ્રના ગીર અભ્યારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આ સિંહો અવારનવાર રસ્તા પર જોવા મળે છે. ઉપરાંત શિકારની શોધમાં ક્યારેક તે માનવવસ્તીની વચ્ચે પણ આવી જાય છે. જેના વીડીયો આપણે અનેકવાર સામે આવતા હોયે છે, ત્યારે અમેરલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં બે સિંહો ત્રાટક્યા હોવાના CCTV સામે આવ્યા છે. મોડી રાત્રે બે સિંહોએ ભેંસોના તબેલામાં ત્રાટકીને 1 ભેંસના બચ્ચાનો શિકાર કર્યો હતો. CCTVમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે, બિલ્લી પગે આવી સિંહો ભેંસના બચ્ચાનો શિકાર કરે છે. શિકાર કરીને સિંહ બચ્ચાઓને લઈ જતાં CCTVમાં કેદ થયા હતા.

    પળભરમાં ભેંસના બચ્ચાનો શિકાર કર્યો

    જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં બે સિંહો ભેંસોના તબેલામાં ત્રાટક્યા હતા. મોડી રાત્રે બે સિંહોએ ભેંસોના તબેલામાં ત્રાટકીને ભેંસના બચ્ચાનો શિકાર કર્યો હતો. તબેલામાં પાછળના ભાગેથી બે સિંહો ચૂપકેથી ત્રાટકીને પળભરમાં ભેંસના બચ્ચાનો શિકાર કર્યો હતો. સિંહ દ્વારા શિકારને ઉઠાવીને લઇ જતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કોસ્ટલ બેલ્ટનાં બાબરકોટમાં તબેલામાં સિંહે કરેલા શિકારની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.


    આ પણ વાંચો: વડોદરા: લગ્નમાં જમણવાર બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં ખળભળાટ

    સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ

    નોંધનીય છે કે, અમરેલી અને તેના આસપાસના વિસ્તારોમાં સિંહોની લટાર મારતાં વીડિયો સામે આવતાં હોય છે. રસ્તા પર અને રહેણાંક વિસ્તારોમાં સિંહો નજરે પડતા હોય છે અને આવા વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતાં હોય છે, ત્યારે હવે સિંહોના શિકારનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સિંહોના શિકારનો સીસીટીવી વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Amreli News, Gujarat News, Lion Attack

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन