વર્ષમાં આવતી ત્રણેય ઋતુને ધ્યાને રાખી અને પશુપાલન વ્યવસાય ખૂબ આધારિત છે
અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે. પશુની તબીબની સલાહ પ્રમાણે કાળજી લેવામાં આવે તો દૂધમાં વધારો થાય છે.તેમજ સારા ફેટ મળવાથી આવકમાં વધારો થાય છે.
Abhishek Gondaliya. Amreli: અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે.મોટાભાગના ખેડૂતો દ્વારા ગાયો રાખી પશુપાલન વ્યવસાય કરવામાં આવે છે.દૂધ દૂધ મંડળીમાં ભરવામાં આવે છે. લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. પશુપાલન વ્યવસાયને વધુ નફાકારક બનાવવા માટે ડો. સુમન ત્રિવેદીએ પશુપાલકોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ડોકટરના પશુપાલકો માટે સોનેરી સૂચનો
વ્યવસ્થિત આવાસ : પશુપાલન વ્યવસાય સાથે ઋતુ સંકળાયેલી છે. શિયાળા, ઉનાળા અને ચોમાસામાં પશુઓનું ખૂબ જ ધ્યાન અને દેખભાળ રાખવી જોઈએ. પશુઓને વ્યવસ્થિત રાખવા માટેના આવાસોની વ્યવસ્થા કરવી જોઈએ.
પશુના બચ્ચાની કાળજી : ગાય,ભેંસના નાના બચ્ચાનું શિયાળાની ઋતુ દરમિયાન ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.રાત્રિના સમયે ખુલ્લા જગ્યા પર ન રાખવા જોઈએ.તેમજ તેને હૂંફ મળે તેમાંથે કોથળા રાખવા જોઈએ.રાત્રીના કોથળા માથે રાખવા જોઈએ.
પશુને રસીકરણ : ગાય, ભેંસ અથવા અન્ય પશુને વર્ષ દરમિયાન બે વખત ખરવા,મોવાસા જેને વેટનરી સાયન્સની ભાષામાં એફએમડી કહેવાય છે તેનું રસીકરણ કરાવવું જોઈએ.
દૂધ,ફેટ વધારો : ગાય, ભેંસ જનીનિક ક્ષમતા પ્રમાણે દૂધ આપે છે. દૂધ ઉત્પાદન વધારવા, ફેટ વધારવા માટે તંદુરસ્ત રાખવા પડે છે.તેના માટે મિનરલ મિક્સર પાવડર દરરોજ 50 ગ્રામ જેટલો ખાણ દાળમાં સાથે આપવો જોઈએ. આ ઉપરાંત ગાય,ભેંસને ઈતરડા, ઝૂ ,લેખ ,બગાની દવા પાણીમાં નાખીને છાંટવી જોઈએ.
સંવર્ધનમાં કાળજી : પશુ સંવર્ધનની બાબતમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય રીતે પશુ 17 થી 21 દિવસની વચ્ચે સવાર, સાંજ 4 થી 9 વાગ્યાની વચ્ચે ગરમીમાં આવતું હોય છે. પશુ ગરમીમાં આવ્યા પછી એને 12:00 કલાકે ફેળવવાનો આગ્રહ રાખવો જોઈએ.
કુત્રિમ બીજદાન: દૂધ ઉત્પાદન મેળવવા માટે તેમજ શુદ્ધ સંતતિ મેળવવા માટે કૃત્રિમ બીજદાન એ જ એકમાત્ર ઉપાય છે.
ઘાસચારાનું મહત્વ : વાગોળનાર પશુઓ માટે ઘાસચારોએ મુખ્ય ખોરાક છે.સૂકો અને લીલું નીરણ ચાર ઇંચના આંગળી જેવડા કટકા કરીને જ ખવડાવવું જોઈએ.જેથી નીરણની બચત થાય છે અને પૂરતું પોષણ મળશે. સૂકું અથવા લીલું નીરણમાં બે મોટી મીઠું નીરણમાં અથવા પાણીમાં આપવું જોઈએ.
આયુર્વેદિક પાવડર : પશુમાં પ્રવાહના ઇન્જેક્શન આપવા જોઈએ નહીં.સરકાર દ્વારા પ્રતિબંધિત છે.દોહતા પહેલા આયુર્વેદિક પાવડર અથવા ટીકળા આપી શકાય.
પશુને નવડાવે : દૂધ ઉત્પાદનમાં સૌથી વધારે માત્રામાં પાણીની જરૂર છે. ગાય, ભેંસને સવાર તથા સાંજે દોતા પહેલા સ્વચ્છ પાણીથી નવડાવવા જોઈએ.હાલમાં ઠંડીના સમયમાં ગરમ પાણીથી અને ગરમીના સમયમાં ઠંડા પાણીથી નવડાવવા જોઈએ.