મંડળીમાં શું કાર્ય કરી શકાય
પ્રાકૃતિક મંડળી દ્વારા લોકોમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વિગેરેના ઉપયોગથી થતાં નુકસાન અંગે જાગૃત કરવામાં આવે છે. આવા ખોરાકો લેવાથી મનુષ્ય શરીરમાં ગંભીર બીમારીઓ થવાનો સંભવ છે. જેથી પ્રાકૃતિક ખાતર,દવાઓ અને બિયારણોના ઉપયોગ માટે લોકોમાં જાગૃતિ લાવી,મોટા પ્રમાણમાં પ્રાકૃતિક ખેતી કરતાં થાય એવા જરૂરી પ્રચાર પસાર કરવામાં આવે છે. ખેડૂતો પ્રાકૃતિક પેદાશોની ખેતી કરે છે, તે બજારમાં અને સારું માર્કેટ ઉભી કરી પોતાની મંડળી વિશે પ્રચાર, ખેડુતોને ધિરાણ-વસૂલાતની પ્રવુતિ, પ્રાકૃતિક ખાતર , બિયારણ દવાઓ બનાવી તેનું વેચાણ કરી, સભાસદો સરકારી યોજનાઓના લાભ મળે તેવા પ્રયત્નો કરવા. દેશી બનાવટની વસ્તુઓનું વેચાણ, સભાસદો માટે ઓજારો અન્ય જરૂરી સાધનો પણ વસાવી શકાય. સમૂહમાં તમામ સભાસદોના મત લઈ મંડળી આગળ વધે અને સભાસદોને નફો મળે એવા પ્રયત્ન કરવા જોઈએ.
પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીની નોંધણીની વિગત
તમામ પ્રોસેસ IFP GUJARAT પોર્ટલ પર ઓનલાઈન કરવાની હોય છે અને તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. બાદ ઓનલાઈન અરજી સબમિટ કરી સાધનિક કાગળો સાથે અરજી જિલ્લામાં આવેલી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી આપવાની હોય છે. મંડળીની નોંધણી માટે ઓનલાઈન અરજી કરેલી હોય ફોર્મ-અ, જરૂરી ઠરાવોની પ્રમાણિત નકલ, શેર મૂડી અને દાખલ ફી સાથેની સભાસદ યાદી, બેંકમાં જમા રકમનું પ્રમાણપત્ર(બેન્ક બેલેન્સ સર્ટિફિકેટ), પ્રોજેક્ટ રીપોર્ટ, પેટાનીયમોની નકલ, ના વાંધા પ્રમાણપત્ર, તમારા ગામમાં આજ હેતુ વાળી મંડળી હોય તો તે મંડળીનું પ્રમાણપત્ર, મુખ્ય પ્રાયોજકની સ્વઘોષણા, સભાસદોની જમીનના ઉતારા અને આધારકાર્ડ, કોઇ સભાસદની જગ્યા મંડળીના કામકાજ માટે ઉપયોગ કરવાનો થતો હોય તેવા સંજોગોમાં સભાસદની જગ્યાનો ઉપયોગ કરવા દેવાની લેખિત બાંહેધરી, મંડળીના પ્રયોજક અને તેના સમાવિષ્ટ કમિટી સભ્યોએ કોઈ ગુનો કરેલ નથી તેનો પોલીસનો દાખલો, કમિટીના મુખ્ય પ્રયોજક અને બીજા પ્રયોજક અલગ અલગ કુટુંબના છે તલાટી કમ મંત્રીનું પ્રમાણપત્ર, વસ્તીનો દાખલો જે તે ક્ષેત્ર લાગુ પડતું હોય તે આપવાનું રહે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર