Home /News /amreli /Amreli: અઢળક સહાય જોઇતી હોય તો બનાવો આવી ખેડૂત મંડળી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા!

Amreli: અઢળક સહાય જોઇતી હોય તો બનાવો આવી ખેડૂત મંડળી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા!

આ યુવક ખેડૂતોને મંડળી અંગે માહિતી આપે છે.

રાજ્યમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.ખેડૂતો પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી શરુ કરે તે પણ જરૂરી છે. પરંતુ તેના માટે પૂરતી માહિતી હોતી નથી.ત્યારે અમરેલીમાં આ અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

  Abhishek Gondaliya. Amreli: રાજ્યમાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. સરકાર દ્વારા તેને માટે જરૂરી પ્લેટફોર્મ ઉભું કરવામાં આવી રહ્યું છે. અનેક શહેરમાં પ્રાકૃતિક હાટ શરુ કરવામાં આવ્યા છે.જેના કારણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સારા ભાવ મળી રહે. પરંતુ હજુ પ્રાકૃતિક ખેતી તરફ વધુને વધુ ખેડૂત વળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગામડામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી શરુ કરે તે પણ જરૂર છે. જેના માધ્યમથી પ્રાકૃતિક ખેતીને વેગ મળશે અને ખેડૂતોની જરૂરિયાતો પૂર્ણ થશે.ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીની નોંધણી કેવી રીતે કરાવી ?, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ?,જેવા મૂદાથી ખેડૂતો અજાણ છે.ત્યારે અમરેલીમાં ભરતભાઈ ચૌધરી દ્વારા ખેડૂતોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ 1961 અને ગુજરાત સહકારી મંડળીઓના નિયમો 1965 હેઠળ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીની નોંધણી જે તે જિલ્લામાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં થાય છે.

  ખેડૂતોને શું શું ફાયદો અને સુવિધા મળે જાણો
  • પ્રાકૃતિક ખેતી મંડળીના ઉદ્દેશો ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરાવવી અને ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન આપવું.


  2. ખેતીના પાકના યોગ્ય ભાવો ખેડુતોને મળેએ હેતુથી પાકોનું રૂપાંતર અને વેચાણની વ્યવસ્થા કરવી અને તે માટે જરૂરી યંત્રો તથા સાધન સામગ્રી ખરીદવી અથવા ભાડે લેવી.


  3.  સભાસદ તેમજ બિનસભાસદોનાં ખેતીના પાકોને ખુદ તેમની પાસેથી અનામત લઈ તેમાંથી રૂપાંતર કરેલો માલ તૈયાર કરી, એ માલ મંડળીએ જાતે કમિશન વેચવા અથવા વેચાવી આપવા.


  4.  ખેત ઉત્પાદનનું પ્રોસેસિંગ કરવું તથા કલીનીગ, ગ્રેડિંગ, પેકિંગની કામગીરી કરવી અને તે માટે પ્રોસેસિગ યુનિટ, વેરહાઉસ વગેરે જેવી આનુસંગિક તમામ વ્યવસ્થાઓ કરવી.


  5. ખેત ઉત્તપન અને તેની બનાવતોના વેચાણ માટેના સ્ટોર ઊભા કરવા.


  6.  અનામત તરીકે આવેલા માલના તારણ ઉપર વ્યકિત સભાસદોને કરજ અથવા એડવાન્સ આપવું અથવા આવું કરજ અથવા એડવાંન્સ મેળવી આપવાની વ્યવસ્થા કરવી.


  7.  મંડળીના ઉદ્દેશો માટે જમીન,મકાન, ગોડાઉન ખરીદવા અથવા બક્ષિશરૂપે મેળવવા અથવા નવા બાંધવા.


  8.  માલની હેરાફેરી કરવા જરૂર પડે યાંત્રિક અથવા બીજા વાહનો ખરીદવા , ભાડે રાખવા અને મંડળીના કામકાજ માટે ઉપયોગ કરવો.


  9. સભાસદો તથા બિનસભાસદોની ખેત પેદાશ અને ઉત્પાદન વધારવા અંગે ખેતી વિષયક સાધનો, દવાઓ,બિયારણ,ખાતર તેમજ જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરી વેચાણ કરવું.


  10. મંડળીના સભાસદોને તેઓના ઉત્પાદન માટે જરૂર હોય ત્યારે યોગ્ય જામીનગીરી લઈ કરજ આપશે.


  11. સભાસદો માટે કે તેમના કુટુંબો માટે આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવુતિ ચલાવી તેમને તેમના વિકાસ કાર્યોમાં મદદરૂપ થવું.


  12.  પ્રાકૃતિક ખેતી માટે જરૂરી ખાતર,દવાઓ,બિયારણ વગેરેનું ઉત્પાદન કરવું તથા વેચાણ કરવું.


  13. જમીન ચકાસણી કામગીરી માટે લેબોરેટરી સ્થાપવી અથવા અન્ય વ્યવસ્થા કરવી.


  14. સરકાર કે અન્ય એજન્સીઓ તરફથી મળતી ગ્રાન્ટ,સબસિડી કે સહાય મેળવવી તથા સરકાર કે અન્ય એજન્સીના વિવિધ પ્રોજેક્ટ મેળવવા અગર ભાગીદારીથી કામગીરી કરવી.


  15. ખેત પાકના વેચાણ માટે જરૂર જણાય તાલીમ પ્રવાસો, તાલીમ વર્ગો, સેમિનારો , પ્રદશનો વગેરે આયોજિત કરવા અગર આવા કોઈ આયોજનામાં ભાગ લેવો.


  16. મંડળીના કામગીરી માટે જરૂરી પ્રવાસો,તાલીમ વર્ગો, સેમિનારો, પ્રદર્શન વગેરે આયોજિત કરવા અથવા આવા કોઈ આયોજનમાં ભાગ લેવો.


  17.  પ્રાકૃતિક ખેતી મંડળી અને તેના ઉદ્દેશોની પૂર્તિ અર્થે જરૂરી તમામ આનુસંગિગ પ્રવુતિઓ કરવી.


  પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીની નોંધણી શું જરૂર પડે


  તમામ પ્રોસેસ IFP GUJARAT પોર્ટલ પર ઓનલાઈન કરવાની હોય છે અને તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. બાદ ઓનલાઈન અરજી સબમિટ કરી સાધનિક કાગળો સાથે અરજી જિલ્લામાં આવેલી જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી આપવાની હોય છે.


  આટલા ડોક્યુમેન્ટની પડે છે જરૂર

  મંડળીની નોંધણી માટે ઓનલાઈન અરજી કરેલી હોય ફોર્મ-અ, જરૂરી ઠરાવોની પ્રમાણિત નકલ, શેર મૂડી અને દાખલ ફી સાથેની સભાસદ યાદી, બેંકમાં જમા રકમનું પ્રમાણપત્ર(બેન્ક બેલેન્સ સર્ટિફિકેટ), પ્રોજેક્ટ રીપોર્ટ, પેટાનીયમોની નકલ, ના વાંધા પ્રમાણપત્ર, તમારા ગામમાં આજ હેતુ વાળી મંડળી હોય તો તે મંડળીનું પ્રમાણપત્ર, મુખ્ય પ્રાયોજકની સ્વઘોષણા, સભાસદોની જમીનના ઉતારા અને આધારકાર્ડ, કોઇ સભાસદની જગ્યા મંડળીના કામકાજ માટે ઉપયોગ કરવાનો થતો હોય તેવા સંજોગોમાં સભાસદની જગ્યાનો ઉપયોગ કરવા દેવાની લેખિત બાંહેધરી, મંડળીના પ્રયોજક અને તેના સમાવિષ્ટ કમિટી સભ્યોએ કોઈ ગુનો કરેલો નથી તેનો પોલીસનો દાખલો, કમિટીના મુખ્ય પ્રયોજક અને બીજા પ્રયોજક અલગ અલગ કુટુંબના છે તલાટી કમ મંત્રીનું પ્રમાણપત્ર, વસ્તીનો દાખલો જે તે ક્ષેત્ર લાગુ પડતું હોય તે આપવાનું રહે છે.

  First published:

  Tags: Local 18, અમરેલી, ખેડૂત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन