Home /News /amreli /Amreli: આ સંસ્થાનો અનોખો સેવાયજ્ઞ, રહેવા-જમવાની સુવિધા સાથે આપે છે શિક્ષણ

Amreli: આ સંસ્થાનો અનોખો સેવાયજ્ઞ, રહેવા-જમવાની સુવિધા સાથે આપે છે શિક્ષણ

આજના મોંઘવારીના સમયમાં પણ આ સંસ્થા ફ્રીમાં વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ આપે છે

સાવરકુંડલામાં સૌપ્રથમ નિશુલ્ક શિક્ષણ અને છાત્રાલયની સેવા પૂરી પાડતી સંસ્થા સાવરકુંડલા ના ફીફાદ ગામે આવેલી છે ત્યાં ત્રણ જિલ્લાના વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે મફતમાં શિક્ષણ

  Abhishekh Gondaliya, Amreli:  આજના ટેક્નોલોજીના યુગમાં શિક્ષણનું ખાસ મહત્વ છે. આજના જમાના સાથે તાલ મેળવવા માટે શિક્ષણ જરૂરી છે. આપણા દેશમાં છેલ્લા કેટલાક વર્ષમાં શિક્ષણનું સ્તર ખુબ જ ઉંચું આવ્યું છે. તો ગામડાના વિસ્તારોમાં યોગ્ય સગવડતાના અભાવે કેટલાક બાળકો ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય છે. જો કે આવી સ્થિતિમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ મદદે આવે છે અને તેમના માટે શિક્ષણ અને રહેવા જમવાની સુવિધા ઉભી કરી આપે છે. આવી જ એક સંસ્થા છે સૌરાષ્ટ્ર સખાવત ટ્રસ્ટ , જેઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યાં છે. આવો તેમના વિશે વિગતે માહિતી મેળવીએ..

  ફીફાદ ગામના વતની એસ એલ સૈયદ દ્વારા  સૌરાષ્ટ્ર સખાવત ટ્રસ્ટ ચલાવવામાં આવે છે. આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. ટ્રષ્ટ ના પ્રમુખ એસ. એલ. સૈયદ પાસે અભ્યાસ કરવાના રૂપિયા નહોતા, ત્યારે તેઓને અનેક સેવાભાવીલોકોની મદદ મળી અને તેઓ એમએસ ડબલ્યુનો અભ્યાસ કરી શક્યા હતા,  ગુણવંતભાઈ પુરોહિત દ્વારા એસ એલ સૈયદને વધુ અભ્યાસ અર્થે બાબાપુર આશ્રમ ખાતે અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યા હતા,  ત્યારબાદથી તેઓએ નિર્ધાર કર્યો હતો કે જરૂરિયાતમંદ લોકો માટે શિક્ષણની સુવિધા આપશે. ત્યારબાદથી 9 થી 12 ધોરણ સુધીનો અભ્યાસ ક્રમ શરૂ કરવામાં આવ્યો.  ગરીબ પરિસ્થિતિમાં જીવનાર વ્યક્તિઓના બાળકો વધુમાં વધુ શિક્ષણ મેળવવાનો મુખ્ય હેતુ ધરાવનાર સૈયદ દ્વારા પહેલા વિદ્યાર્થી ઓ માટે છાત્રાલયની શરૂઆત કરવામાં આવી હતી જેથી સહેલાઈથી પરપ્રાંતીય વિસ્તારની અંદર મજૂરી અર્થે જનાર વ્યક્તિઓના બાળકો અભ્યાસ સહેલાઈથી કરી શકે જે મુખ્ય હેતુને લઈને શરૂ કરવામાં આવ્યું હતું બાદમાં વિદ્યાર્થીનીઓનો વિચાર આવતાની સાથે જ અલગથી વિદ્યાર્થીનીઓ માટે છાત્રાલયની શરૂઆત કરવામાં આવી અને જેઓને પણ મફત શિક્ષણ અને મફત રહેવાની સુવિધા આપવામાં આવી હતી. આ શાળાઅને છાત્રાલયમાં પરપ્રાંતીય વ્યવસાય અર્થે જનાર વ્યક્તિઓના બાળકોને પ્રથમ પ્રવેશ આપવામાં આવે છે.

  ફિફાદ ગામ ખાતે સૌરાષ્ટ્ર સખાવત સેવા ટ્રસ્ટ સંચાલિત કુમાર છાત્રાલય ની અંદર 76 વિદ્યાર્થીઓ જ્યારે કન્યા છાત્રાલયની અંદર 75 કન્યા છાત્રાલયમાં રહી નિશુલ્ક અને રહેવાની સુવિધા આપવામાં આવે છે.  શરૂઆતમાં આ છાત્રાલય માં 6 કુમાર અને 6 કન્યા એ પ્રથમ એડમિશન લીધા હતા અત્યારે શરૂઆતના વર્ષ 2022 માં 245 ની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ શાળાની અંદર અમરેલી, ભાવનગર , ગીર સોમનાથ, સહિત ના વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવી રહ્યા છે
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Students, અમરેલી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन