Home /News /amreli /Gujarat Rain 2022: સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું હેત વરસ્યું, અમરેલી જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ, નદીઓમાં પૂર આવ્યાં

Gujarat Rain 2022: સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું હેત વરસ્યું, અમરેલી જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ, નદીઓમાં પૂર આવ્યાં

વરસાદથી ધાતરવડી નદીમાં પૂર આવ્યું

Amreli Heavy Rain: ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી આજે (23 જૂન) સવારે છ વાગ્યાથી 10 વાગ્યાના વરસાદનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

અમરેલી:  હવામાન વિભાગની આગાહી (Gujarat rain forecast) પ્રમાણે આજે વહેલી સવારથી મેઘરાજા અમરેલી જિલ્લા (Amreli district rain) પર હેત વરસાદી રહ્યા છે. અમરેલી જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે. વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. બીજી તરફ સ્થાનિક નદી નાવલી (Navli river) અને ધાતરવડી નદી (Dhatarvadi village)માં પૂર આવ્યું છે. સવારે છથી 10 વાગ્યા સુધીના આંકડા તપાસીએ તો અમરેલીના સાવરકુંડલા અને ખાંભામાં ખૂબ સારો વરસાદ ખાબક્યો છે. હજુ પણ જિલ્લામાં વરસાદી માહોલ હોવાથી સારો એવો વરસાદ પડશે તેવી આશા છે.

અમરેલીમાં વરસાદ


ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી આજે (23 જૂન) સવારે છ વાગ્યાથી 10 વાગ્યાના વરસાદનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ખાંભામાં બે ઇંચ નોંધાયો છે. સાવરકુંડલામાં પણ બે ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે. વડિયામાં પણ એક ઇંચ જેવો વરસાદ પડ્યો છે. બગસરા અને અમરેલી તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદ


ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી જાહેર ડેટા પ્રમાણે સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધી ગુજરાતના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મોટાભાગના તાલુકા સૌરાષ્ટ્રના છે. આણંદ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે.


હવામાન વિભાગની આગાહી


23મી જૂનના રોજ સવારે છ વાગ્યા પૂરા થતા 24 કલાક દરમિયાન ગુજરાતના 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના (rainfall in south Gujarat) કામરેજમાં 3.44 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના ડાંગ,વલસાડ, તાપી, સુરતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 25થી 26 જૂને વરસાદનું જોર વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.


આ વિસ્તારોમાં પડશે વરસાદ


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 25 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારા વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, જૂન મહિનામાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેના કરતા અત્યારસુધીમાં 50 ટકા વરસાદ વરસ્યો છે. જોકે, જૂન મહિનો પૂર્ણ થવાને હજુ 8 દિવસ બાકી છે. હવામાન વિભાગના મતે આમ તો ગુજરાતમાં જૂન મહિનામાં ઓછો વરસાદ વરસે છે.
First published:

Tags: Gujarat monsoon, Gujarat rain, Saurashtra, અમરેલી, ચોમાસુ