Home /News /amreli /Amreli: રાજુલાનાં જય અને ફિલિપાઇન્સની પોલિનને કેનેડામાં થયો પ્રેમ, હિન્દુ વિધિથી લગ્ન કર્યા

Amreli: રાજુલાનાં જય અને ફિલિપાઇન્સની પોલિનને કેનેડામાં થયો પ્રેમ, હિન્દુ વિધિથી લગ્ન કર્યા

X
લંકા

લંકા ની લાડી અને ઘોઘા નો વર બને એ કર્યા લગ્ન

રાજુલાનાં જય પડિયા કેનેડા અભ્યાસ માટે ગયા હતા. અહીં તેમની સાથે અભ્યાસ કરતી ફિલિપાઇન્સની યુવતી પોલિન સાથે પ્રેમ થયો હતો બાદ રાજુલામાં બન્ને હિન્દુ વિધીથી લગ્નગ્રંથિ જોડાયા છે.

Abhishek Gondaliya, Amreli: રાજુલાનાં જય પડિયા કેનેડા અભ્યાસ માટે ગયા હતાં. અહીં તેમની સાથે અભ્યાસ કરતી પોલિન નામની ફિલિપાઇન્સની યુવતી સાથે આંખો મળી ગઇ હતી અને બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પ્રેમ લગ્ન સબંધમાં બંધાયો છે. ફિલિપાઇન્સની યુવતી સાથે રાજુલાનાં યુવાને હિન્દુ વિધિથી લગ્ન કર્યા છે અને સંસારની શરૂઆત કરી છે.

કેનેડામાં અભ્યાસ દરમિયાન કોલિન સાથે પ્રેમ થયો હતો

વિદેશી યુવતીઓ સાથે ગુજરાતના યુવકોએ લગ્ન કર્યાનાં અનેક કિસ્સાઓ છે. હવે તેમાનાં રાજુલાનાં જય પડિયાનું નામ જોડાયું છે.



મૂળ રાજુલાનાં અને કેનેડામાં સ્થાયી થયેલા જય દિનેશભાઇ પડિયા વર્ષ 2018માં અભ્યાસ માટે કેનેડા ગયા હતા. કેનેડામાં સાથે અભ્યાસ કરી ફિલિપાઇન્સની કોલિન સાથે સંપર્કમાં આવ્યા હતા.



અભ્યાસ બાદ કેનેડામાં નોકરી કરતા હતા. તેમજ અભ્યાસ દરમિયાન જ જય અને પોલિન વચ્ચે પ્રેમ થયો હતો.



પરિવારની મરજીથી લગ્ન કર્યા

જય અને પોલિન વચ્ચે ગાઢ પ્રેમ થઇ ગયો હતો અને બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ લગ્ન પહેલા બન્નએ માતા-પિતા સાથે વાત કરી હતી. બન્નને પરિવારજનો લગ્ન માટે રાજી થઇ ગયા હતાં અને લગ્ન કર્યા હતા.



હિન્દુ વિધિથી લગ્ન કર્યાં

રાજુલાનાં જય અને ફિલિપાઇન્સની કોલિનને રાજુલમાં લગ્ન કર્યા છે. હિન્દુ વિધિથી લગ્ન કર્યા છે. આ લગ્નમાં પોલિનનાં પરિવારજનો ફિલિપાઈન્સથી આવ્યા હતા અને જય અને પોલિનને આશીર્વાદ આપ્યા હતા.
First published:

Tags: Amreli News, Couple, Local 18, Marriage