Home /News /amreli /Gujarat Polls 2022: અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું - ‘ દરિયાઈ વેપારમાં એક નવો અધ્યાય ઉમેરાશે’

Gujarat Polls 2022: અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું - ‘ દરિયાઈ વેપારમાં એક નવો અધ્યાય ઉમેરાશે’

પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે

Gujarat Polls 2022: પીએમ મોદીએ ક્હ્યું કે, ‘અમરેલી જિલ્લો સમુદ્રી વ્યાપારનું એક મોટૂ કેન્દ્ર બનવા જઈ રહ્યો છે. જે ભારતના ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડશે. મારો વિશ્વાસ કરો, ગુજરાતમાં કૃષી વિકાસ દર માઈનસમાં હતો તે હવે અમારી અમારી મહેનતના કારણે કૃષી વિકાસ દર બે અંકો સુધી પહોંચી ગયો છે.

વધુ જુઓ ...
    અમરેલી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે અમરેલી ખાતે પહોચ્યા હતા. તેમણે ત્યા જનસભાને સંબોધન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવેલા છે. પ્રધાનમંત્રી રવિવારે અમરેલી જિલ્લામાં પહોચ્ચા હતા. તે બાદ તેઓ વેરાવળ અને ધોરાજી પણ જવાના છે. ત્યા તેમણે એક સભાને સંબોધન કરતા કહ્યું હતુ કે, ‘અમરેલીમાં આવ્યા પછી એવુ લાગે છે, જાણે ઘરે આવ્યો છું. આપણા મુખ્યમંત્રી જીવરાજ મહેતા પણ અમરેલીના હતા. જેથી આપણા માટે એ ગર્વની વાત છે.

    દરિયાઈ વેપારનું ધમધમતું કેન્દ્ર


    તેમણે વધુમાં કહ્યુ હતું કે, ‘અમરેલી જિલ્લો હવે દરિયાઈ વેપારનું ધમધમતું કેન્દ્ર બનવાની તૈયારીમાં છે. જે ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડશે. મારો વિશ્વાસ કરો, ગુજરાતમાં કૃષી વિકાસ દર માઈનસમાં હતો તે હવે અમારી અમારી મહેનતના કારણે કૃષી વિકાસ દર બે અંકો સુધી પહોંચી ગયો છે.

    આ  પણ વાંચો: અત્યાર સુધી 1-1 રન કર્યા, હવે શતક જ કરવાના છે: વેરાવળમાં PM મોદી


    સડા પાંચ કલાકમાં ચાર જનસભા


    પીએમ મોદીએ સવારે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. જે બાદ વેરાવળમાં જનસભા સંબોધવા પહોંચ્યા હતા. વેરાવળ જાહેર સભાને સંબોધ્યા બાદ ધોરાજી જવા રવાના થશે અને બપોરે એક વાગ્યાની આસપાસ ધોરાજીમાં જાહેર સભાને ગજવશે. જ્યાંથી 1:45 એ અમરેલી જવા રવાના થશે અને 2:20 એ અમરેલી પહોંચશે. અહીં પણ તેઓ જાહેરસભાને સંબોધશે અને 3:30 એ બોટાદ જવા રવાના થશે. 4:30 એ બોટાદમાં જાહેર સભાને સંબોધશે અને 5:15 એ બોટાદથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. 6 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને અમદાવાદથી ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

    આ પણ વાંચો: ગેહલોતના ભાજપ પર પ્રહાર: 27 વર્ષના શાસનમાં માત્ર મોટી-મોટી વાતો કરી

    PM મોદી 23, 24મીએ ફરી ગુજરાત પ્રવાસે


    PM મોદી 23, 24મીએ ફરી ગુજરાત પ્રવાસે આવશે અને બીજા તબક્કાની બેઠકો પર પ્રચાર કરશે. તેઓ ઉત્તર અને મધ્ય ગુજરાતની બેઠકો પર ઝંઝાવતી પ્રચાર કરશે. PM મોદી બે દિવસમાં કુલ 8 સભાઓને ગજવશે. 23મીએ ચાર બેઠકો પર પ્રચંડ પ્રચાર કરશે. મહેસાણા, દાહોદ, વડોદરા, ભાવનગરમાં સભા ગજવશે. 24મીએ ચાર સ્થળોએ સભા ગજવશે. પાલનપુર, દહેગામ, માતર, અમદાવાદ ગ્રામ્યમાં સભા કરશે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Assembly Election 2022, Gujarat Assembly Election 2022, Narendra modi gujarat visit, PM Modi speech

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन