Home /News /amreli /હાર્દિક પટેલને સંઘાણીની સલાહ: ભાજપ વિચારધારાને વળગી રહેશે તો ફાયદો, નહીં તો નુકસાન

હાર્દિક પટેલને સંઘાણીની સલાહ: ભાજપ વિચારધારાને વળગી રહેશે તો ફાયદો, નહીં તો નુકસાન

હાર્દિક પટેલને ભાજપ નેતા દિલીપ સંઘાણીની સલાહ

Gujarat election 2022 phase 1 voting: ભાજપ નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ભાજપનું ભવિષ્ય સારું છે, જ્યારે હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધારિત છે.

    અમરેલી: આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે આજે વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ મતદારો મત આપવા પહોંચી રહ્યા છે, ત્યારે નેતાઓ પણ મતદાન કરવા પહોંચી રહ્યા છે. પ્રથમ તબક્કાના અનેક દિગ્ગજોએ મતદાન કર્યું છે. સુરતમાં હર્ષ સંઘવી, ખંભાળિયામાં પરિમલ નથવાણી, અમરેલીમાં દિલિપ સંઘાણી, સાંસદ પૂનમ માડમે જામનગરમાં મતદાન કર્યું છે. આ દરમિયાન ભાજપ નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને સલાહ આપી છે.

    'હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધારિત છે'

    ભાજપ નેતા દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને સલાહ આપી છે. તેમણે કહ્યુ કે, ભાજપ વિચારધારાને વળગી રહેશે તો ફાયદો નહીં તો નુકસાન થશે. ભાજપ વિચારધારા સાથે ન જોડાય તો સસ્પેન્ડ પણ કરાય. ભાજપ વિચારધારાના સ્વીકારથી ભાજપનો સભ્ય બનાવ્યો. ભાજપની વિચારધારા સ્વીકારીને ભાજપે સભ્ય બનાવ્યો છે, નહીં કે આંદોલનની. તેમણે કહ્યું કે, ભાજપનું ભવિષ્ય સારું છે, જ્યારે હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધારિત છે.

    આ પણ વાંચો: ભાવનગરમાં પિંક મતદાન મથકનું આકર્ષણ, કર્મચારીઓ પણ પિંક ડ્રેસમાં સજ્જ

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. આજે પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
    " isDesktop="true" id="1292851" >
    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Elections 2022, Patidar Leader Hardik Patel

    विज्ञापन
    विज्ञापन