Home /News /amreli /

Gujarat election 2022: રમેશભાઈ ઓઝાને બાળપણથી જ મળ્યો છે ધર્મનો વારસો, ભાજપના દિગ્ગજ નેતાઓ પણ કરે છે પ્રણામ

Gujarat election 2022: રમેશભાઈ ઓઝાને બાળપણથી જ મળ્યો છે ધર્મનો વારસો, ભાજપના દિગ્ગજ નેતાઓ પણ કરે છે પ્રણામ

Ramesh bhai Ojha: રમેશભાઈ ઓઝાનો જન્મ 31 ઓગસ્ટ, 1957ના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે થયો હતો. તેમના પિતાનું નામ વ્રજલાલ કે. ઓઝા અને માતાનું નામ લક્ષ્મીબેન. રમેશભાઈ ઓઝાને 4 ભાઈ અને 2 બહેન છે.

Ramesh bhai Ojha: રમેશભાઈ ઓઝાનો જન્મ 31 ઓગસ્ટ, 1957ના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે થયો હતો. તેમના પિતાનું નામ વ્રજલાલ કે. ઓઝા અને માતાનું નામ લક્ષ્મીબેન. રમેશભાઈ ઓઝાને 4 ભાઈ અને 2 બહેન છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: (Gujarat Assembly election 2022) ભારત દેશ સાધુ-સંતોની ભૂમિ છે અને આજે પણ સૌરાષ્ટ્રમાં અનેક કથાકારો અને સંતો છે જે ધર્મની રાહ ચિંધે છે અને સાથે જ લોક જાગૃતિ પણ ફેલાવે છે, ત્યારે જો મુખ્ય અને પ્રસિદ્ધ કથાકરોની વાત કરવામા આવે તો તેમાં ગીરી બાપુ, મોરારી બાપુ, જીગ્નેશ બાપુ અને રમેશભાઈ ઓઝાનું (Rameshbhai Ojha) નામ આવે છે.

  રમેશભાઈ ઓઝા ભાગવત કથાકાર (Rameshbhai Ojha Bhagwat Narrator) છે અને તેમની વાણીમાં એટલી મીઠાશ છે કે સાંળનાર સાંભળતા જ રહે છે. ઘણા લોકો તેમની કથામાં હાજરી આપવા દૂર દૂરથી આવે છે, પરંતુ તેમના જીવન વિશે ઘણી બાબતો હશે, જે આજે પણ લોકો નથી જાણતા. આજે અમે તેમના જીવન, કાર્યો અને ગુજરાતના રાજકારણમાં તેમની પકડ કેવી તેના વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

  કોણ છે રમેશભાઇ ઓઝા (Who is Rameshbhai Ojha)

  રમેશભાઈ ઓઝાનો જન્મ 31 ઓગસ્ટ, 1957ના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે થયો હતો. તેમના પિતાનું નામ વ્રજલાલ કે. ઓઝા અને માતાનું નામ લક્ષ્મીબેન. રમેશભાઈ ઓઝાને 4 ભાઈ અને 2 બહેન છે. રમેશભાઈએ પોતનું પ્રારંભિક શિક્ષણ રાજુલા પાસેની “તત્વજ્યોતિ” સંસ્થામાંથી મેળ્વ્યું હતું. રમેશભાઈ નાના હતા ત્યારે તેમના પિતા વ્રજલાલ સાથે “ભગવત ગીતા”નો પાઠ કરતા હતા. રમેશભાઈના કાકા જીવરાજભાઈ ઓઝા કથાકાર હતા. આ રીતે તેમને ધર્મનો વારસો બાળપણથી જ મળ્યો હતો.

  રમેશભાઇનું શાળાકિય જીવન (Rameshbhai's school life)

  રમેશભાઈએ કોલેજનું શિક્ષણ મુંબઇમાં લીધું અને અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હતા. અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજમાં ભણતા રમેશભાઈ એક તબક્કે ચાર્ટર્ડ એકાઉટન્ટ બનવાનું વિચારતા હતા. પણ એ જ વખતે તેમને સેન્ટ્રલ મુંબઈમાં કથા કરવાનું નિમંત્રણ મળ્યું ને એ કથાએ તેમની જીંદગી બદલી નાંખી. એ વખતે તેમની વય માત્ર 18 વર્ષ હતી. ત્યારે તેમણે નક્કી કર્યું કે, પોતે સી.એ. નહીં પણ કથાકાર બનશે. અંગ્રજી માધ્યમમાં ભણ્યા હોવા છતાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા જીવન સમર્પિત કરીને રમેશભાઈએ એક આદર્શ સ્થાપિત કર્યો છે.

  વિદેશમાં પહેલી કથા માટે મળ્યા 2.5 કરોડ

  કોલેજનું શિક્ષણ પૂરું કર્યા પછી રમેશભાઈ વતન દેવકા પાછા આવ્યા. જન્મભૂમિનું ઋણ ચૂકવવા તેમણે 40 વિઘા જમીન પર દાતાઓના સહયોગથી દેવકા વિદ્યાપીઠનું નિર્માણ કર્યું હતું. એ રીતે તેમણે ભારતીય સંસ્કાર, ધર્મ, સંસ્ક્રૃતિ અને આધ્યાત્મનો પ્રચાર શરૂ કર્યો. 1987માં 30 વર્ષની વયે ભાગવત કથા પારાયણ માટે એમને લંડનથી આમંત્રણ મળ્યું. એ એમની પરદેશ ભૂમિની પહેલી કથા હતી. એ કથા કરવા માટે તેમને 2.50 કરોડ રૂપિયાની જંગી રકમ મળી હતી. આ રકમ એમણે ગુજરાતમાં આંખની હોસ્પિટલોને દાનમાં આપી દીધી હતી.

  Gujarat election 2022: જગદીશ પંચાલ અને વિવાદનો સંબંધ છે ખૂબ જૂનો, જાણો નેતાજીનું રાજકીય સરવૈયું


  એ પછી તેમણે ભારતીય સંસ્ક્રૃતિ સંવર્ધન ટ્રસ્ટ સ્થાપ્યું અને ઋષિ પરંપરાને જીવંત રાખવા “સાંદિપની વિધાનિકેતન”ની સ્થાપના કરી હતી. એ પછી તેમણે “તત્વદર્શન” નામનું સામાયિક શરૂ કર્યું અને તેના માધ્યમથી ભારતીય તત્વજ્ઞાનનો પ્રચાર શરૂ કર્યો. આ સંસ્થા ગુજરાતમાં અનોખી ઓળખ ધરાવતી સંસ્થા તરીકે પ્રસ્થાપિત છે કે જ્યાં આઠ વર્ષના રિશિકુળ અભ્યાસ પછી સ્નાતક ”શાસ્ત્રી” બને છે.

  અનેક લોકોને આપે છે સન્માન

  ભાઈશ્રીની કથાકાર તરીકેની પુરસ્ક્રૃતિ પણ થઇ છે. "સત્ સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ" દ્વારા તેઓ ધર્મિક સાહિત્યનું પ્રકાશ કરે છે. એમના આ ટ્રસ્ટ દ્વારા સંન્યાસી, વિદ્વાન વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવે છે. ભારતીય સંસ્ક્રૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા તેમણે "સાંદિપની વિધાનિકેતન"ની સ્થાપના કરી. ઇશ્વરક્રૃપા એ એમનું મધુરકંઠનું વરદાન મળ્યું હતું. તમને 2006માં "હિંદુ ઑફ ધ યર" અવોર્ડથી સમ્માનિત કરાયા હતા.

  ભાઇશ્રીએ સ્થાપેલ આશ્રમનો છે અલગ જ નજારો

  રમેશભાઇ ઓઝાનું એક સપનું હતું કે શ્રીહરી મંદિર બનાવવું છે. જે સ્વપ્ન 13 વર્ષ બાદ સાંદીપની આશ્રમ દ્વારા પૂર્ણ થયું હતું. પોરબંદર સાંદીપની આશ્રમમાં પ્રવેશ કરો એટલે કોઈ ઋષિમુનીના આશ્રમની અંદર આવી ગયા હોય તેવું લાગે. કાને પડતો વૈદિક મંત્રોચારનો નાદ અલૌકિક અનુભૂતિ કરાવે છે. સૌરાષ્ટ્રના યુનિક મંદિરમાં તેની ગણના થાય છે. અહીંના મંદિરની મૂર્તિ જયપુરથી મંગાવવામાં આવી હતી.

  ઋષિમુનિઓ જે રીતે પ્રાચીન સમયમાં શિષ્યોની ભણાવતા હતા, તે રીતે શિક્ષણ પીરસવાનો ભાઈશ્રીનો પ્રસ્તાવ ગુજરાત સરકારને ખૂબ ગમ્યો અને આ માટે 1991માં ગુજરાત સરકારે પોરબંદર પાસે સાંધાવાવમાં આ વિદ્યાનિકેતની સ્થાપના માટે 85 એકર જમીન ટ્રસ્ટને ફાળવી. 1992ના ફેબ્રુઆરી મહિનાથી આ આશ્રમ કાર્યરત છે. અહીંના શ્રીહરિ મંદિરનું ખાતમુહૂર્ત 13 મે, 1998માં થયું હતું અને આ મંદિરના નિર્માણકાર્યમાં 7 વર્ષ લાગ્યાં હતાં.

  રમેશભાઇ ઓઝાનો રાજકારણ પર પ્રભાવ (Rameshbhai Ojha's influence on politics)

  દેશનો સૌથી ધનિક અંબાણી પરિવાર તેમની સલાહ લે છે. મુકેશ અને અંબાણી ભાઈઓ છૂટા થયા ત્યારે તેમણે રમેશભાઈની મધ્યસ્થી સ્વીકારી હતી. તેમના ભક્તો ચારેબાજુ છે પણ તેઓ નરેન્દ્ર મોદીના ભક્ત છે. તેમની રાજકીય રીતે ફાયદો થાય તે રીતે પ્રચાર પણ કરી આપે છે. આમ આડતરી રીતે તેઓ ભાજપના સમર્થક છે. અગાઉ અનેક ઘટનાઓ એવી બની છે કે તેઓ રાજકીય પક્ષને મદદ કરતાં હોય. રમેશભાઇ ઓઝા પીએમ મોદીના જનતા કર્ફ્યુના આદેશને પણ સમર્થન આપી ચૂક્યા છે.

  હાલમાં જ જામનગર ખાતે રમેશભાઇન ઓઝાની ભાગવત કથામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ હાજર રહ્યા હતા. એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બિગૂલ વાગવાની તૈયારી છે, ત્યાં પાટીલની આ સૂચક હાજરી સૌ કોઇને વિચારવા પર મજબૂર કરી રહી હતી.

  સાંદિપની સંસ્થાના સેવાકાર્યો

  - વૈશ્વિક મહામારી કોરોના દરમિયાન ઓક્સિજનની તીવ્ર અછતને પહોંચી વળવા પોરબંદરની કોવિડ હોસ્પિટલમાં અત્યાધુનિક સિસ્ટમ સાથેની 20,000 લીટરની ઓક્સિજન ટેન્ક આપવાનું ભગીરથ કાર્ય કર્યું હતુ.

  - પોરબંદરમાં વિવિધ ક્ષેત્રમાં સેવા આપતા સંતો અને લોકોને સાંદિપની આશ્રમ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.

  Gujarat election 2022: જાણો કોણ છે હાંસિયામાં ધકેલાઈ ગયેલા કુમાર કાનાણી, કેવી છે તેમની રાજકીય સફર અને તેમની સાથે જોડાયેલા વિવાદો


  રમેશભાઇ ઓઝા અને વિવાદિત નિવેદનો (Rameshbhai Ojha and the disputed statements)

  - "જ્યાં વેદ પ્રામાણ્ય નહીં તેનો સ્વીકાર થતો નથી, લોક શાસ્ત્રાર્થમાં પણ વેદ પ્રામાણ્ય જોઈએ. દલીલો કે તર્ક થઈ શાસ્ત્રાર્થ થતું નથી. કેટલાક લોકોએ તો કેટલાક નવા ભગવાન, કેટલાક નવા માતાજી, કેટલાક નવા દેવતા, કેટલીક નવી કથાઓ ઉભી કરી છે, જબરજસ્તીથી તેનું પુરાણ સાથે કનેક્શન બેસાડી દેવામાં આવે છે. એવામાં લાગી રહ્યું છે કે આપણે ભગવાનનું મેન્યુફેક્ચરીંગ કરી રહ્યા છીએ."

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन